જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે દીપોત્સવ પર્વે પાંચ દિવસીય ધર્મોત્સવ

જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દિપોત્સવી પર્વ નિમિત્તે પાંચ દિવસ સુધી ધર્મોત્સવ ઉજવાનાર છે. મંદિરના મહંત સ્વામી કોઠારી શ્રી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, પ.પૂ.ધ.પૂ. આચાર્ય ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ.પૂ. ભાવિ આચાર્ય ૧૦૮ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અનુસાર શ્રીરાધારમણદેવ, શ્રી હરીકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં તા.રપ ને શુક્રવારના રોજ ધનતેરસ નિમિત્તે સવારે ધન્વન્તરી પૂજન, શ્રીઠાકોરજીના અલંકારોની દુગ્ધપ્રક્ષાલન વિધિ, ગૌપૂજન અને ધનપૂજન કરવામાં આવેલ તેમજ તા.ર૬ને શનિવારના રોજ કાળી ચૌદશના રોજ સવારે ૧૦ઃ૩૦ થી ૧ર શ્રી હનુમાનજીનું પૂજન અને તા.ર૭ને રવિવારના રોજ દિવાળીએ સાંજે ૬ થી ૮ઃ૪પ સુધી મહાલક્ષ્મી શારદા પૂજન, ચોપડાપૂજન, કુબેરપૂજન તેમજ તા.ર૮ને સોમવારે નૂતનવર્ષે સવારે પ વાગ્યે મંગળા આરતી ત્યારબાદ ૭ઃ૧પ વાગ્યે શણગારવા આરતી અને બપોરે ૧ર કલાકે આરતી અન્નકુટ દર્શન સાંજે પ વાગ્યા સુધી અને ૬ઃ૩૦ કલાકે સંધ્યાઆરતી અને ૭ઃ૩૦ શયનઆરતી તેમજ તા.ર૯ને મંગળવારે પણ દિવસે વિશેષ દર્શન અને વિશેષ આરતી શૃંગારના કાર્યક્રમ યોજાશે. આ પંચદિનાત્મક ધર્મોત્સવને સફળ બનાવવા મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી અને ચેરમેન રતિલાલભાઈ ભાલોડીયા અને સમગ્ર ટ્રસ્ટીમંડળ તેમજ ભકિતદર્શન સ્વામી અને હરીભકતો પણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ધર્મોત્સવનો લાભ લેવા હરીભકતો અને ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

Leave A Reply