ભાવનગરનાં પ૦૦૦ રાજપૂતાણીઓએ તલવાર અને ઘુમર રાસની રમઝટ બોલાવી

રાજપથ ક્ષત્રિય યુવા ગ્રુપ અને ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ દ્વારા ભાવનગર રાજપથ પાર્ટી પ્લોટમાં શરદ પૂર્ણિમામાં તલવાર રાસ, ઘુમર રાસ અને પ્રાચીન અને અર્વાચીન રાસગરબાનું અયોજન સમાજની બહેનો અને દીકરીબા માટે કરવામાં આવ્યુ હતું. જેમાં ૫૦૦૦ રાજપૂતાણીએ ભાગ લીધો હતો અને આ સમાજ અને જિલ્લાનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો, સમાજના દરેક સંસ્થાના પ્રમુખો, રાજકીય આગેવાનો તેમજ ભાવનગર જિલ્લા એસપીએ પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રવીણસિંહ ગોહિલ (રાભડા), લખધીરસિંહ જાડેજા (ખીજદડ), અશોકસિંહ ગુંદી, કુલદીપસિંહ ચુડાસમા (સાંઢિડા), શક્તિસિંહ (સીદસર), હિતુભા ઝાલા, અજયસિંહ ગોહિલ, સિધ્ધરાજસિંહ જાડેજા, (કુક્ડ) મહારાણા પ્રતાપ ગ્રુપ (મિલ્ટ્રી સોસાયટી), પટેલનગર રાજપૂત સમાજનું ગ્રુપ, મઢુલી ગ્રુપ (નિર્ભય સોસાયટી), દસુભા ગોહિલ, મહિલા અગ્રણી ગાયત્રીબા, ભૂમિબા ચુડાસમા તેમજ કાળીયાબીડના યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

Leave A Reply