જૂનાગઢ આરઝી હકુમતની લડતમાં મહિયા ક્ષત્રિય સમાજ તેમજ સંતોનું પણ વિશેષ યોગદાન રહ્યું છે

જૂનાગઢનાં મુક્તિદિનની આગામી દિવસોમાં ઉજવણી કરવામાં આવનાર છે. ૯મી નવેમ્બરના રોજ આઝાદ દિવસની ઉજવણી થશે. દરમ્યાન તાજેતરમાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે એક પત્રકાર પરિષદ અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પત્રકાર પરિષદમાં મહંતશ્રી તનસુખગીરીબાપુ અને નિવૃત્ત વન અધિકારી પ્રવિણસિંહ બાબરીયા દ્વારા જૂનાગઢને આરઝી હકુમત લડતમાં યોગદાન આપનારા લડવૈયાઓ તેમજ મહિયા ક્ષત્રિયોના યોગદાનની વિસ્તૃત વિગતો આપી હતી. ઉપરાંત સાધુ,સંતોના યોગદાનની પણ વિગત આપી હતી. આ પત્રકાર પરિષદમાં નિવૃત્ત વન અધિકારી પ્રવિણસિંહ બાબરીયાએ મહિયા ક્ષત્રિય સમાજની રખાવત, શુરવીરતા, યોગદાનની વિગતો આપી હતી અને આરઝી હકુમતમાં તેઓએ જે ઝીંદાદીલી દાખવી હતી તે અંગેની માહિતી આપી હતી. અને આ સાથે જ જૂનાગઢમાં આરઝી હકુમતનું મ્યુઝીયમ બનાવવાની પણ લાગણી વ્યકત કરી હતી. જયારે મહંતશ્રી તનસુખગીરીબાપુએ ભીડભંજન મંદિરના મહંતશ્રી દત્તગીરીબાપુએ આપેલા યોગદાન આ ઉપરાંત મહંત વિજયદાસજી બાપુ, લહેરગીરીબાપુ, મયારામબાપુ, મોતીગરબાપુ, જેરામદાસબાપુ, તુહિરામ પ્યારેરામ બાપુ ઉપરાંત મહંત પુરૂષોત્તમલાલજી મહારાજ, રામનાથ મહાદેવની જગ્યાના મહંત સહિત સંતોએ આપેલા યોગદાનની વિસ્તૃત માહિતી આપી હતી. વિશેષમાં નિવૃત્ત થયેલા પ્રવિણસિંહ બાબરીયા હાલ કેશોદ તાલુકાના રંગપુર ગામે રહે છે. તેમણે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો હતો જેમાં કેશોદ તાલુકામાં મહિયા ક્ષત્રિયોએ આપેલા યોગદાન વિષે જણાવ્યું હતું. આઝાદી પછી જમીનો ખેડે તેની જમીન કાયદા હેઠળ ઓછી થઈ હતી. ૧રપ વર્ષ પહેલાં ૧૮૮૩ના રોજ કનડા ડુંગર ઉપર શાંત સત્યાગ્રહીઓ ઉપર તત્કાલીન નવાબની ફોજ દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારમાં ૧૦૦ થી વધુ મહિયા ક્ષત્રિયો શહીદ થયા હતા.
હાલ મહિયા ક્ષત્રિયોની વસ્તી આશરે ૧૧,૦૦૦ની છે. સમાજની ૧રપ થી વધુ યુવાનો લશ્કરમાં ફરજ બજાવે છે અને હજુ પણ સેંકડો યુવાનો આર્મીમાં ભરતી થવા માટે નિયમિત પ્રેકટીસ કરે છે. આથી કેશોદ વિસ્તારના યુવાનો માટે રમત ગમતની સુવિધા ઉભી કરવામાં આવે, આર્મી અને તેને સંલગ્ન સેવાઓ માટે ખાસ ભરતી મેળા યોજવામાં આવે તથા તેમના માટેના ખાસ તાલીમ કેન્દ્રો ઉભા કરવા, મહિલાઓને સ્થાનીક રોજીરોટી મળે તે માટે યોગ્ય ટ્રેનીંગ સેન્ટરો ઉભા કરવા જાઈએ. ૧૯૬ર, ૧૯૬પ અને ૧૯૭૧ નાં યુધ્ધ લડી ચૂકેલા રંગપુરના મહિલા ક્ષત્રિય બુઝુર્ગ દેવાજી ડાંગર યુવાનો આર્મીમાં જાડાવા પ્રોત્સાહન આપે છે એમ તેઓએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે.

Leave A Reply