જૂનાગઢમાં તહેવારો દરમ્યાન ઐતિહાસીક અને ફરવાલાયક સ્થળોની પ્રવાસીઓએ લીધી મુલાકાત

દિપાવલી, નૂતન વર્ષ અને ભાઈ બીજનાં તહેવારોની ઉજવણી અંતર્ગત આ વર્ષે જૂનાગઢ સહીત સોરઠભરમાં આવેલા ઐતિહાસીક, ધાર્મિક અને ફરવાલાયક સ્થળોની પ્રવાસી જનતાએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. તહેવારોની રજા અને વેકેશનનાં માહોલ વચ્ચે લોકો ફરવાલાયક સ્થળોએ ઉમટી પડયા હતાં અને જૂનાગઢ શહેરમાં આવેલા ઐતિહાસીક સ્થળ એવા સુપ્રસિધ્ધ ઉપરકોટનાં કિલ્લાની મુલાકાતે લોકોનો ભારે ઘસારો રહયો હતો.
જયાં અડીકડી વાવ, નવઘણ કુવો, બૌધ્ધગુફાઓ, ધાર્મિક સ્થળો, નીલમ તોપ, રાણકદેવીનાં મહેલની મુલાકાત લીધી હતી. તહેવારોનાં દિવસોમાં ટ્રાફીકનો ભરાવો પણ રહયો હતો. અને ફોરવ્હીલનાં કારણે લોકોને ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું છતાં પણ ઉપરકોટનાં સ્ટાફ દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે સરાહનીય કામગીરી કરી હતી. આ ઉપરાંત એશીયાની સૌથી પ્રખ્યાત સિંહોનાં દર્શનનો લાભ મળે તેવા સકકરબાગ ઝુની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

Leave A Reply