Sunday, February 23

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીમાં સહભાગી થતા જૂનાગઢનાં નગરજનો

રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે ૩૧ મી ઓક્ટોબરે અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે જૂનાગઢનાં આઝાદ ચોક સ્થિત સરકારી કન્યાશાળા ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો રન ફોર યુનિટી કાર્યક્રમ રાજ્યનાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જૂનાગઢમાં ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલનાં પટાંગણ ખાતે અધિકારીઓ, પદાઅધિકારી, આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીય એકતા દિન નિમિતે ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાનાં શપથ લીધા હતા.અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબરે સવારે સરકારી કન્યા વિદ્યાલયનાં પરિસર ખાતેથી રન ફોર યુનિટી એકતા રેલીને મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને મહાનુભાવોએ લીલીઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.

Leave A Reply