Tuesday, February 18

રાજયમાં ૧૪૫ કેન્દ્રો ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ

ભારત સરકાર દ્વારા મગફળી સહિત અન્ય ખેતી જણસોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજયમાં કુલ ૧૪૫ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીનો આરંભ થઈ ચૂકયો છે. ગઈકાલે જૂનાગઢ સરકીટ હાઉસનાં મધ્યસ્થ ખંડમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે રાજ્યની સરકાર ખેડુતોની પડખે ઉભી છે. આ વરસે વ્યાપક માત્રામાં વરસાદ થવાથી ખેત ઉત્પાદનનાં લણણીમાં થયેલ નુકશાનીમાં ખેડુતોને સહાયરુપ બની શકાય તે રીતે કામગીરી થઇ રહી છે. આ તકે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવ અન્વયે રાજય સરકાર દ્વારા ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. જેને કૃષિ વિભાગે પરવાનગી આપવામાં આવેલ છે. રાજયભરમાં આજથી નોડલ એજન્સી નાફેડના માધ્યમથી અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૧૪૫ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ થઈ ચૂકયો છે. મંત્રીશ્રી આર.સી.ફળદુએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, નક્કી થયેલા કુલ ૧૪૫ કેન્દ્રો પરથી રાજય સરકાર નાફેડ ના પરમર્શમાં રહી આ વખત બોરીમાં ૩૦ કિલો ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલ મગફળી ખરીદીમાં ખેડૂતોને રજીસ્ટ્રશેનના આધારે અગ્રતા ક્રમ મુજબ ૨૫-૨૫ ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવામાં આવેલ છે. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને મગફળી ગુણી/બોરીને મશીનથી સીલાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલમાં કમોસમી વરસાદ અને ક્રોપહાર્વેસટીંગ માટે ખેડૂતો પોતાનો ખેત ઉત્પાદીત માલ રજીસ્ટ્રેશનનાં દિવસે પાક લણણી વરસાદના કારણે તૈયાર ન થવાથી પહોંચી શકાયા હોય તેઓ માટે અઠવાડિયાના છેલ્લા દિવસોમાં મગફળી ખરીદી લેવાશે એમ જણાવ્યું હતુ. આ ઉપરાંત ખેડૂતો જિલ્લા કલેકટરને પણ આ અંગે ફરિયાદ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો અને સમૃદ્ધ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો માટે અલગ અલગ સ્રોતનો ઉપયોગ કરીને તેમણે વધુ ને નધુ લાભ આપવાનું મંત્રીશ્રી જણાવ્યું હતુ. મંત્રીશ્રીએ આ તકે જણાવ્યુ હતુ કે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૧૦૧૮ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે રજીસ્ટ્રેશન થયેલ ખેડુતોએ વરસાદનાં કારણે કોઇ કારણવશ નિર્ધારીત તારીખ ચુકી જવાય તો પણ ચિંતા ના કરવા જણાવ્યુ હતુ. જે ખેડુતોને પાકમાં વરસાદથી નુકશાન થયાની બાબતો છે તેમણે ટોલફ્રી નંબર ઉપરાંત તાલુકા પંચાયતનાં વિસ્તરણ અધિકારીને લેખીત જાણ કરી શકશે. આ તકે મંત્રીશ્રી સાથે જુનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી , ડીડીઓ પ્રવીણ ચૈધરી, શશીકાંતભાઈ ભીમાણી, કીરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply