જૂનાગઢ : ભવનાથ તળેટીમાં પરીક્રમાર્થીઓનું આગમન : અન્નક્ષેત્રનો થતો પ્રારંભ

ગીરનારની પરીક્રમા કરવા આવનાર પરીક્રમાર્થીઓનું ભવનાથ તળેટીમાં આગમન શરૂ થયેલ છે. તા.૮ થી શરૂ થતી પરીક્રમાના ભાવિકોનું ભવનાથ તળેટી ખાતે આગમન થતા તળેટીમાં આવેલા અનેક આશ્રમો, ધર્મશાળાઓ અને રાવટીઓમાં અન્નક્ષેત્ર શરૂ થઈ ગયા છે. ગોરક્ષનાથ આશ્રમ ખાતે પુજ્ય શેરનાથબાપુના માર્ગદર્શન હેઠળ ચાલતા અન્નક્ષેત્રમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કાયમી ચાલતા આ અન્નક્ષેત્રમાં પરીક્રમા દરમ્યાન વધારાની વ્યવસ્થા શરૂ કરી આવનાર ભાવિકોને સહેલાઈથી ભોજનપ્રસાદ મળે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ હજારો ભાવિકો હરીહર કરી રહ્યા છે.

Leave A Reply