વર્લ્ડ કપ રમવા આવેલી પોલેન્ડની રોલબોલ ટીમ જામકાની મુલાકાતે

જૂનાગઢ તાલુકાના જામકા ગામ ગ્રામ્ય સંસ્કૃતિ ગૌપાલન અને ગાય આધારિત કૃષિ સહિતનાં કાર્યો થકી દેશ અને દુનિયાનાં સીમાડા વટાવી તેની પ્રખ્યાતિ પ્રસરાવતી જાય છે. દરમ્યાન આજરોજ જામકા ખાતે પોલેન્ડની રોલબોલની વર્લ્ડ કપ રમવા આવેલી ટીમે જામકા ગામની મુલાકાત લીધી હતી. આ તકે ગ્રામજનો દ્વારા તેઓનું શાનદાર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલેન્ડની ટીમ દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિ, ગૌપાલન, ગાય આધારિત કૃષિ સહિતની માહિતી મેળવી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ તકે ગોપી ગીર ફાર્મ ખાતે પરસોત્તમભાઈ સિદપરા, મનસુખભાઈ સુવાગીયા, ગોપાલભાઈ રાખોલીયા સહિતનાઓએ મહેમાનોનું સ્વાગત કરી અને સોરઠની સંસ્કૃતિની સમજણ આપી હતી.

Leave A Reply