પૃથ્વી ઉપર ખતરો : દરિયાની સપાટી, તાપમાન વધી રહ્યું છે

૧પ૩ દેશોના ૧૧,૦૦૦ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને એક તારણ કાઢી દાવો કર્યો છે કે, દરિયાની સપાટી તેમજ તાપમાન, ગરમી વધી રહી હોવાથી પૃથ્વી ઉપર ગંભીર ખતરો સર્જાયો છે. આજે ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયા પરેશાન છે. કયાંક પુષ્કળ વરસાદ પડે છે તો કયાંક પૂરથી ભારે નુકશાન થાય છે તો કયાંક ઓછા વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિ ઉદ્‌ભવે છે. બાયો સાયન્સના અહેવાલ મુજબ આ સ્થિતિને નિવારવા અને પૃથ્વીને બચાવવા માટે કોલસા વાપરવાનું બંધ કરવું પડશે. જા આ દિશામાં કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ભયાનક નુકશાનની પુરી સંભાવના છે. કોલસાનો ઉપયોગ બંધ કરીને ઈંધણના વૈકલ્પિક ઉપયોગ તરીકે ઉર્જાના અક્ષય સ્ત્રતનો ઉપયોગ કરવો, મિથેન ગેસ જેવા પ્રદુષિત વસ્તુનો ઉપયોગ બંધ કરવો, વૃક્ષો આધારિત ભોજનનો ઉપયોગ કરવો, જાનવર આધારિત ભોજનનો ઉપયોગ ઓછો કરવો, કાર્બનમુક્ત અર્થવ્યવસ્થાને વિકસિત કરવી અને વધતી જતી જનસંખ્યાને ઓછી કરવા સહિતના મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સૌથી વધુ અસર ભારત ઉપર થાય તેવું નિષ્ણાંતોનું માનવું છે.

Leave A Reply