ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી શુભારંભ

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનાં અવસર ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દુર-દુરથી ભાવિકો ઉમટી પડ્યાં છે. આજે દેવ-દિવાળીનાં પાવનકારી પર્વની રાત્રીનાં ૧ર વાગ્યે લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગિરનારનાં જંગલ વિસ્તાર અને પરિક્રમા રૂટ ઉપર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. સંભવિત મહા વાવાઝોડાનાં ખતરાને પગલે પરિક્રમા યથાવત રાખવી કે અટકાવી દેવી તે બાબતની મુંઝવણ વચ્ચે જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર તેમજ સંબંધિત વિભાગો દ્વારા અને વનવિભાગો દ્વારા પણ પરિક્રમાર્થીઓ માટે આગોતરૂં આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાધુ સમાજ, સંતો અને ધાર્મિક સ્થળોમાં પણ ભાવિકોને માટે અન્નક્ષેત્રની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સામાજીક અને સેવાકીય મંડળો દ્વારા પણ રસોડાઓ શરૂ કરી દેવામાં આવ્યાં છે આ વર્ષે પરિક્રમા થશે કે નહીં તેવી મુંઝવણનો ગઈકાલે અંત આવ્યો હતો. વરસાદ ન થતાં મોડી રાત્રે પરિક્રમા રૂટનાં દરવાજાને ખુલ્લા મુકવામાં આવ્યા હતા અને આજે મધ્યરાત્રીનાં સંતોની ઉપસ્થિતીમાં પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.

Leave A Reply