સોરઠમાં ઠંડીનો ચમકારો, ભવનાથમાં બર્ફીલો માહોલ

સોરઠમાં શુક્રવારનાં રાત્રિથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ભવનાથમાં તો બર્ફીલો માહોલ જોવાયો છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ નલીયામાં ૧૪.ર ડીગ્રી જયારે કેશોદમાં ૧૯.૪ ડીગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ૧૪ થી ર૦ ડીગ્રી સુધી નીચું તાપમાન નોંધાયેલ છે અને તાપમાનનો પારો પ૦ ટકા જેટલો નીચે ચાલ્યો ગયો હતો. ગત મધરાતથી ઠંડો પવન ફૂંકાતાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું હતું. આજે પણ રાત્રિનાં ઠંડી વધશે તેવી આગાહી છે અને ૧પ મી નવેમ્બરથી શિયાળાની ઠંડી જામવા લાગશે એવા એંધાણ હવામાન વિભાગે આપ્યાં છે. જૂનાગઢ સહિતનાં સોરઠના વિસ્તારોમાં ઠંડીનાં ચમકારા સાથે શિયાળાનું આગમન થઈ ગયું છે. હાલ ભવનાથમાં ગરવા ગીરનારની પરિક્રમા શરૂ થઈ છે અને પરિક્રમામાં આવેલા ભાવિકો ગીરનાર જંગલની યાત્રા કરવા સમયે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Leave A Reply