Friday, December 6

જૂનાગઢમાં ઈદ-એ-મિલાદનું ભવ્ય ઝુલુસ નિકળ્યું

ઈસ્લામ ધર્મનાં પયંગમ્બર મહમદસાહેબનાં જન્મ દિવસ નિમિત્તે ગઈકાલે સમગ્ર દેશમાં ઈદેમિલાદુનબીની ઉજવણી કરવામાં આવી હતી. જે સંદર્ભમાં ગઈકાલે જૂનાગઢ શહેરમાં પણ સુખનાથ ચોક ખાતેથી ઈદે મિલાદનું ભવ્ય ઝુલુસ નિકળ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતાં. ઈદે મિલાદનું ઝુલુસ જેલ રોડ, કોર્ટ રોડ, ચિતાખાના ચોક, ઢાલ રોડ, માંડવી ચોક થઈ ઝાલોરાપા ખાતે કોમી એકતા અને ભાઈચારાના સંદેશા સાથે સંપન્ન થયું હતું.

Leave A Reply