Friday, December 6

જૂનાગઢ ઉપલા દાતાર ખાતે દિપમાળાની ઉજવણી કરાઈ

જૂનાગઢ ઉપલા દાતાર જમિયાલશાં દાતાર ઉપર ઉજવાઈ રહેલા ઉર્ષ પર્વ નિમિત્તે ગઈકાલે રાત્રે દિપમાળા (મહેંદી પર્વ)ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાતાર બાપુની ગુફા, કામલશા બાપુની જગ્યા, અખૂટ ભંડાર વગેરે જગ્યા ઉપર ઉપલા દાતારના મહંત શ્રી ભીમ બાપુ તેમજ સેવકગણ દ્વારા દીવડાઓ પ્રગટાવી સમગ્ર જગ્યાને ઝળહળતી કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલ તમામ ભક્તજનો માટે મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ચોખ્ખા ઘી નો શિરો, સુકો મેવો, ફ્રૂટ વગેરેનો મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. પધારેલ સર્વે ભક્તજનો દાતાર બાપુના દર્શન કરી મહાપ્રસાદ આરોગી ધન્ય બન્યા હતાં.

Leave A Reply