Friday, December 6

જૂનાગઢ ગરવા ગીરનારની લીલી પરિક્રમા શાંતિપૂર્ણ સંપન્ન

જૂનાગઢમાં ગરવા ગીરનારની દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે. ગિરનારના ૩૬ કિ.મી. જંગલમાં યોજાતી લીલી પરિક્રમામાં પ,૬૧,૩૯ર ભાવિકોએ આસ્થાભેર પરિક્રમા પૂર્ણ કરી છે. જા કે આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં પ૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું જાણવા મળેલ છે. કારતક સુદ અગિયારથી લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. જા કે દર વર્ષની જેમ ભાવિકોને ભારે ભીડ અને ગંદકીથી બચવા માટે કેટલાક પરિક્રમાર્થીઓ વહેલા આવી ગયા હતા અને વહેલી પરિક્રમા પૂર્ણ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રએ વહેલા આવતા ભાવિકોને પરિક્રમા શરૂ નહીં કરવા દેવા સ્પષ્ટ જણાવ્યું હતું પરંતુ પરિક્રમાર્થીઓની સંખ્યા વધી જતાં એક દિવસ પહેલાં પરિક્રમા રૂટમાં પ્રવેશ માટે ગેટ ખોલી નાંખવામાં આવ્યો હતો.
વન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં પ,૬૧,૩૯ર ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી દીધી હતી. હવે જંગલ ખાલી થઈ ગયું છે અને એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે. પરિક્રમા દરમ્યાન ૪ યાત્રીકના મૃત્યુનાં મૃત્યુ નીપજયા હતાં. પરિક્રમાને પગલે જૂનાગઢ શહેરના માર્ગો ઉપર ચહલ-પહલનો જૂનાગઢવાસીઓને અહેસાસ થયો હતો.
પરિક્રમા દરમ્યાન ૪૯ ભાવિકો ઈજાગ્રસ્ત
પરિક્રમા દરમ્યાન પડવાની ૪૯ ઘટના બની હતી જયારે છાતીમાં દુઃખાવાના રર, શ્વસની તકલીફ ૪૪, બેભાન બનવાની ઘટના રર, ઝાડા ઉલટી-૬૩, વીંછી કરવાના બનાવ ૪ર, તાવ-૯, પેરેલીસીસ ૬, અને મૃત્યુ થયાના ૪ તેમજ અન્ય ૧૯ બનાવો નોંધાયા હતા.

Leave A Reply