Friday, December 6

જૂનાગઢમાં હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન : સંગીત સંધ્યા સહિતનાં કાર્યક્રમો યોજાશે

ક્રાફટ ઓફ આર્ટ સંસ્થા દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાનાં ભાગરૂપે ઐતિહાસીક ઈમારતો અંગે જન સામાન્યમાં જાગૃતિ ફેલાવવા માટે સુંદર સંગીતનાં કાર્યક્રમો ગુજરાતભરમાં વિશ્વ હેરીટેજ સપ્તાહની ઉજવણી દરમ્યાન છેલ્લા ૧૦ વર્ષથી યોજવામાં આવે છે. જેના ભાગરૂપે અડાલજ સરખેજ અમદાવાદ, ધોળકા અને પાટણ ખાતેની ભવ્ય અને પ્રસિધ્ધ ઈમારતોનાં પટાંગણમાં વિશિષ્ટ સંગીત કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા હતા અને આ વર્ષે આવીજ પરંપરા અંતર્ગત જૂનાગઢ ખાતે પણ હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન થયું છે જે અંતર્ગત ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન આગામી તા. ૩૦ નવેમ્બર, ર૦૧૯નાં રોજ કરવામાં આવેલ છે જે અંગેની વિસ્તૃત માહિતી આપવા માટે આજે જૂનાગઢમાં એક પત્રકાર પરીષદ યોજી આયોજકો દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

Leave A Reply