Friday, December 6

મેહરાનગઢ દુર્ગ અને ઉમ્મેદભવન પેલેસ વાદળી પ્રકાશથી ઝગમગ્યો

રાજસ્થાનમાં આવેલા મેહરાનગઢ મ્યુઝીયમ ટ્રસ્ટ અને જાધપુર સ્કુલ ઓફ પબ્લીક હેલ્થની સહભાગીદારીથી વિશ્વ ડાયાબીટીસ દિવસનાં અવસર ઉપર મધુપ્રમેહથી બચવા માટે જાગૃતતા ફેલાવવાનાં ઉદેશ્યથી સૂર્યનગરીની શાન સમા મેહરાનગઢ દુર્ગ અને ઉમ્મેદભવન પેલેસને વાદળી પ્રકાશથી ઝગમગીત કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, વાદળી સર્કલને મધુપ્રમેહમાં જાગૃતતા માટે વૈશ્વિક માનવામાં આવે છે. ભારત દેશમાં ડાયાબીટીસનાં દર્દીની સંખ્યાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આ રોગને અટકાવવા જન જાગૃતિ કાર્યક્રમો પણ આવશ્યક બન્યા છે.

Leave A Reply