Friday, December 6

સોમનાથના કાર્તિકી પુર્ણીમાના મેળામાં લોકો ભકિત સાથે મનોરંજનની મોજ માણી

DCIM100MEDIADJI_0013.JPG

જગવિખ્યાત સોમનાથ સાંનિધ્યે પાંચ દિવસીય કાર્તિકી પુર્ણીમાનો મેળો માણ્યો હતો. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી મેળાની મોજ માણવા પહોંચી જતાં જોવા મળેલ. મેળામાં એકસોથી વધુ ખાણી-પીણી અને ખરીદીના સ્ટોલો સાથે બાળકો માટે એરોપ્લેન, હેલીકોપ્ટીર, છુક…છુક…ગાડી, ચકડોળ, ટોરાટોરા સહિતના ૧૦ જેટલા મોટા અને ૪૦થી વધુ નાના મનોરંજનની રાઇડસોનો પણ મોટી સંખ્યામાં લોકો પરીવાર સાથે મોજ માણી હતી. તેમજ મેળામાં દરરોજ પ્રખ્યાત કલાકારોના સાંસ્કૃતીક કાર્યક્રમોનો પણ લોકો લ્હાવો પણ લીધો હતો. તથા મેળાના વિશાળ ગ્રાઉન્ડમાં લોકોએ વનભોજનનો લ્હાવો પણ પરીવાર સાથે હતો. આમ, કાર્તિકી પુર્ણીમાના મેળામાં લોકો ભકિત સાથે મનોરંજનની પણ મોજ માણી હતી. પ્રસ્તુત તસ્વીર મેળાના ગ્રાઉન્ડની ગગનચુંબી આકાશ ઉપરથી ડ્રોન કેમેરા વડે લેવામાં આવી છે જેમાં લોકોનું કીડીયારૂ મેળામાં ઉમટયું હોય તેવું અહલાદક દ્રશ્ય જોવા મળ્યું હતું.

Leave A Reply