Friday, December 6

જૂનાગઢમાં લોહાણા મહાજન દ્વારા અગ્રણીઓનું કરાયું સન્માન

સંત શિરોમણી પૂજયપાદ જલારામ બાપાની રર૦મી જન્મજયંતિ પ્રસંગે જૂનાગઢ લોહાણા મહાજનના ઉપક્રમે સમૂહ જ્ઞાતિ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમૂહ ભોજનમાં ૧પ હજારથી વધુ ભાવિકોએ પ્રસાદ લીધો હતો. જૂનાગઢ લોહાણા મહાજનનો વર્ષો થયા શિરસ્તો છે કે જેમના તરફથી સમૂહ ભોજન (નાત) કરવામાં આવે તે દાતાનું તથા મહાજનના પ્રમુખનું ઉપસ્થિત રહેલા રઘુવંશી પરિવારો તથા મહાજન સભ્યો તરફથી ‘પાઘડી’ પહેરાવીને સન્માન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોઈ દાતા ન હોવાથી લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂને જૂનાગઢ કોમર્શીયલ કો.ઓપ. બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, મહામંત્રી નંદલાલભાઈ ચોલેરા, ઉપપ્રમુખ જશુભાઈ ઉનડકટ, અશ્વીનભાઈ મણીયાર, કારોબારી સભ્ય બ્રિજેશભાઈ પટેલીયા, દિપકભાઈ રૂપારેલીયા, આશિતભાઈ કારીયા, કૃષ્ણકાંત રૂપારેલીયા વિગેરે મહેન્દ્રભાઈને પાઘડી પહેરાવે છે. પ્રમુખ મહેન્દ્રભાઈની તબીયત નાદુરસ્ત હોવાથી તેઓની ગેરહાજરીમાં ઉપપ્રમુખ જશુભાઈ ઉનડકટે જવાબદારી સંભાળેલ હતી અને મહેન્દ્રભાઈ મશરૂએ જશુભાઈ ઉનડકટને પાઘડી પહેરાવે છે તેમજ અશ્વિનભાઈ મણીયારને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમ મહામંત્રી નંદલાલ ચોલેરાની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply