Friday, December 6

રાષ્ટ્રીય પ્રેસ દિવસ : પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ સૌનું ધ્યાન આકર્ષિત કરે છે

પ્રથમ પ્રેસ આયોગે ભારતમાં પ્રેસની સ્વતંત્રતાની સુરક્ષા તેમજ પત્રકારિતામાં ઉચ્ચ આદર્શ કાયમ કરવાના ઉદ્દેશથી એક પ્રેસ પરિષદની કલ્પના કરી હતી. પરિણામ સ્વરૂપ ૪ જુલાઈ, ૧૯૬૬એ ભારતમાં પ્રેસ પરિષદની સ્થાપના કરવામાં આવી જેને ૧૬ નવેમ્બર, ૧૯૬૬એ પોતાનું વિધિવત કાર્ય શરૂ કર્યુ ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે ૧૬ નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ રૂપે મનાવવામાં આવે છે. વિશ્વમાં આજે લગભગ ૫૦ દેશોમાં પ્રેસ પરિષદ કે મીડિયા પરિષદ ભારતમાં પ્રેસને વાચર્ડાગ તેમજ પ્રેસ પરિષદ ઈન્ડિયાને મારલ વાચર્ડાગ કહે છે રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રેસની સ્વતંત્રતા તેમજ જવાબદારીઓની તરફ આપણું ધ્યાન આકર્ષણ કરે છે. આજે પત્રકારિતાનું ક્ષેત્ર વ્યાપક બની ગયું છે. પત્રકારિતા જન-જન સુધી સૂચનાત્મક શિક્ષાપ્રદ તેમજ મનોરંજનાત્મક સંદેશ પહોંચાડવાની કલા તેમજ વિદ્યા સમાચાર પત્ર એક એવી ઉત્તર પુસ્તિકા સમાન છે જેના લાખો પરિક્ષક તેમજ અગણિત સમીક્ષક હોય છે અન્ય માધ્યમોના પણ પરિક્ષક અને સમીક્ષક તેના લક્ષિત જનસમૂહ હોય છે. તથ્યપરકર્મા, યથાર્થવાધ્તિા, સંતુલન તેમજ વસ્તુનિષ્ઠતા આના આધારભૂત તત્વ છે. પરંતુ આની ખામીઓ આજે પત્રકારિતાની ક્ષેત્રમાં બહુ મોટી ત્રાસહી સાબિત થવા લાગી છે. પત્રકાર ભલે પ્રશિક્ષિત હોય કે બિનપ્રશિક્ષિત, આ બધાને ખબર છે કે પત્રકારિતામાં હકીકત હોવી જાઈએ પરંતુ તથ્યોને મારી મચોડીને વધારીને કે ઘટાડીને સનસની બનાવવાની પ્રવૃત્તિ આજે પત્રકારિતામાં વધવા લાગી છે. મીડિયાને સમાજનો આઈનો (દર્પણ) તેમજ દીપક બંને માનવામાં આવે છે. આમાં જે સમાચાર મીડિયા છે ભલે તે સમાચારપત્ર હોય કે સમાચાર ચેનલ તેને મૂળતા ઃ સમાજનો આઈનો માનવામાં આવે છે. આઈનાનું કામ છે સમતળ દર્પણની જેમ કામ કરવું જેથી તે સમાજની હુ-બ-હુ તસવીર સમાજની સામે રજૂ કરી શકે પરંતુ ક્યારેક નિહિત સ્વાર્થના કારણ આ સમાચાર મીડિયા સમતળ દર્પણની જગા ઉત્તમ કે અંતમુર્ખ દર્પણની જેમ કામ કરવા લાગી જાય છે. આનાથી સમાજની ઊંધ, બિનવાસ્તવિક, કાલ્પનિક તેમજ વિકૃત તસવીર પણ સામે આવી જાય છે. તાત્પર્ય એ છે કે પત્રકારિતાના નામ પર આજે પીળું કે ભૂરા પત્રકારિતા આપણા કેટલાક પત્રકારોના ગુલાબી જીવનનું અભિન્ન અંગ બનતું જાય છે ભારતમાં પ્રેસ પરિષદે પોતાના અહેવાલમાં કહ્યું પણ છે કે ભારતમાં પ્રેસ વધારે ભૂલો કરી છે તેમજ અધિકારીઓની તુલનામાં પ્રેસ વિરૂદ્ધ વધારે ફરિયાદો નોંધાઈ છે પરંતુ આ તમામ સામાજિક બુરાઈઓ માટે માત્ર મીડિયાને દોષી ઠરાવવું યોગ્ય નથી જ્યારે ગાડીનો એક પાટ તૂટે છે તો બીજા પાટ પમ તૂટી જાય છે.અને ધીરે-ધીરે પૂરી ગાડી નકામી બની જાય છે. આ સ્થિતિમાં મીડિયા સમાજને નવી દિશા આપે છે મીડિયા સમાજને પ્રભાવિત કરે છે પરંતુ ક્યારેક યેનકેન પ્રકારે મીડિયા સમાજથી પ્રભાવિત થવા લાગે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસમાં અવસર પર દેશના બદલાતા પત્રકારિતાનું સ્વાગત છે પણ શરત તે પોતાના મૂલ્યો અને આદર્શોની સીમારેખા કાયમ રાખે.

Leave A Reply