Friday, December 6

હેલ્મેટ દ્વિચક્રી વાહનચાલકોનું બીપી વધારી દે છે

આજે ચારે તરફ હેલ્મેટ-હેલ્મેટ થાય છે અને જો અત્યારે રસ્તા ઉપર જોતા માણસોનું બ્લડ પ્રેસર ચેક કરવામાં આવે તો ૯૦નું હાઇ જ આવે… હેલ્મેટ પહેર્યું છે એનું પણ અને નથી પહેર્યું એનું પણ… કેમ કે પહેર્યું છે એને મુંજવણ થાય છે એટલે અને નથી પહેર્યું એને મેમાનો ડર છે એટલે… ૧૦૦ માણસને રોકીને પુછવામાં આવે તો ૯૯ એમ કહેશે કે આ કાયદો અન્યાયી, અમાનવીય છે અને ગુજરાત સરકારની અને પોલીસની નીતિ મહદ અંશે લોકોની સુરક્ષાની નહીં પણ લોકોના ખિસ્સા ખાલી કરવાની છે એ સ્પષ્ટ જણાઈ આવે છે ! પણ અચરજ એ થાય છે કે રોજના હજારો લોકો દંડાય છે તો પણ એક સમૂહ થઈને વિરોધ વંટોળ કેમ નથી થાતો ???
એકલ દોકલ સંગઠન કે વ્યકિત વિરોધ કરે છે પણ એનું બિચારાનું શું આવે? બાકીના બધા નમાલા થઈ ગયા છે કે પછી ડરી ગયા છે કે પછી પોતાના બાળકોના પેટે પાટા બાંધીને આ ખાઉધરા શાશકોના ઘર ભરવામાં પુણ્ય સમજે છે? એક સિમ્પલ વાત છે કે મ્યુનિસિપલ એરીયામાં દરેક જગ્યાએ ૧૦૦ મીટરના અંતરે બમ્ફ મુકેલા છે જે બધા જ ટૂ વ્હિલરની સ્પીડને કંટ્રોલમાં રાખે છે તો સરકારી કે આર.ટી.ઓ. એજન્સી કે કાયદાનું પાલન કરાવનાર દરેકે એટલું તો મગજ દોડાવીને શહેરમાં હેલ્મેટની જીદ ના રખાય. રહી વાત હેલ્મેટને માથા ઉપરથી ઉતારીને તોડી નાખતા ટ્રાફિક પોલીસવાળાની તો શું તે હેલ્મેટ બનાવતી કંપનીઓના દલાલ છે? જે આવું ગુંડાઓ, લુખ્ખાઓ જેવું વર્તન કરે છે. આની ઉપર સીધો કોર્ટમાં કેસ ઠોકી દેવાય અને સસ્પેન્ડ કરાવી દેવામાં આવે એ જરૂરી છે. નહીં તો જ્યારે પબ્લિક જાગશે તો ભલભલા ભૂપ પણ ભાગશે. પ્રજાને પરેશાન કરવા માટે જ આ નિયમ લાગુ થયા હોય એવુ લાગે છે. સરકારના ધારા ધોરણ મુજબની હેલમેટ ન હોય તો આમ લોકોને પરેસાન કરવાને બદલે કંપનીમા જ તેનું ઉત્પાદન બંધ કેમ નથી કરાવતા ? અને ઉપરથી પોલીસ તો એવુ બીહેવીયર કરે છે કે જાણે પોતાની અંગત દુશ્મની ન હોય!!
પ્રજા ઉપર આવા નીયમ થોપવાને બદલે આર.ટી.ઓ.ના નિયમ સરળ કરો ને તેમના ચાર્જમાં રાહત આપો. વીમો સસ્તો કરો. લાઇસન્સ સરળતાથી અને ત્વરીત મળી જાઇ એની વ્યવસ્થા કરો. ફોરેનની અન્ય કંટ્રીમા જેવી રીતે કાયદા કડક હોય છે એવી રીતે ત્યાની વ્યવસ્થા અને સગવડ સવલતો પણ સારી હોય છે અને સરળ હોય છે. ફોરનની ઓફીસોમાં પ્રજાના કામ કેટલા ઝડપથી અને આસાનીથી થાય છે. ત્યાના રોડ રસ્તા ટ્રાફીક નિયમનની વ્યવસ્થા અને પાર્કીગ જેવી સગવડોનું પુરતુ આયોજન હોય છે. આવી સગવડો અહી નથી અને ઉપરથી દંડના ડામ દેવાના. અહી સારી હેલ્મેટ કેટલી મોંઘી છે અને એ હેલ્મેટ ઉપર સરકારનો ટેક્ષ પણ વધુ હશે. આપણા જીવનની એટલી જ ચિંતા હોય તો પછી સરકારે હેલ્મેટને ટેક્ષ મુકતિ આપવી જોઈએ અને હેલમેટ સસ્તી કરવી જોઈએ. અહીં વીમો આશરે ૧૦૦૦નો થાય છે. એ પણ દર વર્ષે અને એ પણ નોરીફંડ. વીમો વર્ષનો હોય અને સીંગલ પ્રીમયમ હોય એ પણ નોન રીફંડ હોય તો ૨૦૦ કે ૩૦૦ હોવો જોઈએ. લાઇસન્સની પ્રોસીજર સાવ સરળ સસ્તી અને ઝડપી હોવી જોઈએ. આવી અનેક સસ્તી અને ઝડપી અને ભ્રષ્ટાચાર મુકત સવલતો આપે પછી કોઇ વ્યકતિ પાસે લાઇસન્સ કે વીમો ન હોય તો આકરા દંડ વસુલે તો એ ન્યાયીક હોઇ શકે! બાકી અત્યારે જે થઇ રહ્યુ છે તે તો પ્રજા ને પરેસાન કરીને લુંટવા નીકળ્યા હોય એવુ લાગે છે!!!

Leave A Reply