Friday, December 6

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મિશ્ર ઋતુથી રોગચાળો વધુ વકર્યો

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને મોડી રાત્રી તથા વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જોકે, સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રીનાં ઠંડક થઈ જતી હોય, મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વધુ વકર્યો છે. તાવ, શરદી, ઉધરસના કેસો વધ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લુ વાતાવરણ હોવાથી ઠંડીની અસર વધુ અનુભવાય છે. જેના કારણે ગરમ વસ્ત્રનો સહારો લેવો પડે છે. ગઇકાલે રવિવારથી ઠંડીની અસર સોરઠ પંથકમાં વધવા લાગી છે સવારે ઘુમ્મસનું આવરણ થોડીવાર માટે સર્જાય છે. અને લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલીયામાં ૧૭.૦ ડીગ્રી જ્યારે ગાંધીનગરમાં ૧૭.પ ડીગ્રી, રાજકોટમાં ૧૯.૦ ડીગ્રી તાપમાન નોંધાયું છે. જૂનાગઢ શહેરમાં પણ તાપમાનનો પારો નીચે જતાં ઠંડીની અસર થવા લાગી છે. આજે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું હતું. શિયાળાના આગમનનું છડી પોકારતું હવામાન શરૂ થયું છે તો બીજી તરફ સવારે ઠંડી અને બપોરે ગરમી અને રાત્રે ઠંડી જેવા વાતાવરણના કારણે કફ, શરદી, ઉધરસ, તાવ સહિતના રોગચારો પણ શરૂ થયો છે અને લોકોને શરદી, કફ, ઉધરસ, તાવે સંકજામાં લીધા છે. દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળે છે.

Leave A Reply