Friday, December 6

જૂનાગઢમાં પુજય જલારામ બાપાનાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી : બેઠકોનો દૌર

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ખાતે આવેલાં જલારામ ભક્તિધામ ખાતે તા.૧૪-૧પ અને ૧૬ ફ્રેબુઆરીનાં રોજ પૂજય જલારામ બાપાનાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને તેની પૂર્વ તૈયારી રૂપે જલારામ ભક્તિધામ ખાતે મહિલાઓની એક મિટીંગ યોજવામાં આવી હતી અને હજુ આગામી દિવસોમાં પ્રવિણાબેન પુજારાનાં સંચાલન હેઠળ મિટીંગો થવાની છે અને તેમાં લોહાણા રઘુવંશી સમાજનાં બહેનોને જોડાવા ભાવભર્યું નિમંત્રણ છે. આગામી મીટીંગ અને તેનાં હવે પછીનાં કાર્યક્રમમાં જોડાવા માટે અને વધુ વિગત માટે અનિલાબેન ગીરીશકુમાર બથીયા મો.૭૦૧૬૬ ર૮૮૮૩ તેમજ પુજાબેન કારીયાનો સંપર્ક સાંધવા એક યાદીમાં જણાવેલ છે.

Leave A Reply