Friday, December 6

જૂનાગઢમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો : સંખ્યાબંધ લોકોએ લાભ લીધો

જૂનાગઢમાં રવિવારે ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ, બોલબાલા ટ્રસ્ટ અને એચસીજી હોસ્પિટલ દ્વારા આયોજીત ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરાયા બાદ નિદાન કેમ્પનો પ્રારંભ થયો હતો. જૂનાગઢ ખાતે યોજાયેલા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં સંખ્યાબંધ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ પોતાની સેવા પુરી પાડી હતી. સ્વાશ્રય સરદારબાગ ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave A Reply