Friday, December 6

આગામી શનિવારે મુખ્યમંત્રી સોરઠની મુલાકાતે

આગામી તા. ર૩ નવેમ્બર અને શનિવારનાં રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોરઠ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે ર.૧૮ કલાકે હેલીપેડ ખાતે તેઓનું આગમન થશે. ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નવા ભવનનાં નિર્માણ કાર્ય માટે ભૂમિ પૂજનનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ બપોરે ર કલાકે બહાઉદીન કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપશે તેમાં ભેસાણ તાલુકામાં થયેલા કામો અંગેના લોકાર્પણ તેમજ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ તેમજ જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આકાર પામનારા વિવિધ કાર્યક્રમોનાં ભૂમિ પૂજન લોકાર્પણનું ડાયસ ઉપરથી જ ઉદ્‌ઘાટન વિધિ કરશે. મુખ્યમંત્રીશ્રીની જૂનાગઢ મુલાકાતને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply