Friday, December 6

જૂનાગઢ બાર એસોસીએશન દ્વારા જૂની સિવિલ હોસ્પીટલને કોર્ટમાં ફેરવવાનાં નિર્ણયને આવકાર્યો

રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલને કોર્ટમાં ફેરવવાનાં નિર્ણયને લઈ બાર એસોસિએશન દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આ નિર્ણયને આવકાર્યો હતો. જૂનાગઢ કોર્ટનું બિલ્ડીંગ ધીમે ધીમે જર્જરિત થઇ રહ્યું છે ત્યારે બાર એસોસિએશન દ્વારા ગુજરાત સરકારને અનેકવાર કોર્ટની બિલ્ડીંગ ફેરવવા માટે અરજીઓ કરવામાં આવી હતી તેને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલ છેલ્લા દોઢ વર્ષથી બંધ પડી હોવાથી આ બિલ્ડીંગને કોર્ટના સ્વરૂપમાં ફેરવવામાં આવશે તેવો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને લઈ બાર એસોસિયેશનના પ્રમુખ ભાવેશભાઈ ઝીંઝુવાડીયા, સેક્રેટરી જયદેવભાઈ જોષી અને યોગેશભાઈ લાખાણી, મનોજભાઈ દવે તેમજ સમગ્ર બાર એસોસિએશન દ્વારા આ નિર્ણયને આવકારી જૂનાગઢ જિલ્લા કોર્ટની બહાર ફટાકડા ફોડી, મીઠું મોઢું કરાવી ખુશી વ્યકત કરી રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

Leave A Reply