Friday, December 6

જૂનાગઢનાં ડો.ધવલ સંઘવીની દવાનો ચમત્કાર : દર્દીઓ બન્યાં ડેન્ગ્યુ મુકત

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તથા સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ડેન્ગ્યુનાં રોગચાળાએ કાળો કેર વર્તાવી દિધો હતો અને હજુ પણ લોકોમાં ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે. સામાન્ય નાગરીક તો ઠીક પરંતુ તબીબોને પણ ડેન્ગ્યુએ ઝપટે ચડાવી દિધા છે અને સર્વત્ર હાહાકાર મચી ગયો હતો. ડેન્ગ્યુની બીમારીને લઈને લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. એકલા જૂનાગઢમાં જ જોઈએ તો ૧પ૦૦થી વધુ સંખ્યાબંધ દર્દીઓ અસરગ્રસ્ત બન્યા હતાં. ડેન્ગ્યુનાં આ રોગચાળાને નાથવા અને તેનો અકસીર ઈલાજ થાય તે માટે જૂનાગઢનાં નવયુવાન ડો.ધવલ સંઘવીએ બિડું ઝડપી લીધું. આયુર્વેદીક પધ્ધતિનો સહારો લઈ અદભૂત દવાની શોધ કરી અને આ દવાનું પરીક્ષણ કરાયા બાદ તેને દર્દીઓને અપાતા ડેન્ગ્યુનાં દર્દીઓને રાહત સાથે નવી જીંદગી બક્ષી છે.
જૂનાગઢમાં જીઆઈડીસી-ર ખાતે ૭૧૭ નંબરનાં પ્લોટમાં આજથી ૬ વર્ષ પહેલાં પૂર્વ નગરપતિ નીરૂભાઈ સંઘવીનાં પુત્ર ડો.ધવલ સંઘવીએ પોતાનું ક્લિનિક કર્યું. ખાસ કરીને તમામ પ્રકારનાં હઠીલા રોગોની આયુર્વેદીક પધ્ધતિથી સારવાર કરી અને સંખ્યાબંધ દર્દીઓને રાહત આપી છે. નાડી પરીક્ષણથી નિદાન તેમજ તેમનાં દ્વારા અપાતી સારવારે સારૂં પરીણામ લાવ્યું છે અને ખુબ જ ટુંકા સમયગાળામાં ડો.ધવલ સંઘવીની ખ્યાતી પ્રસરી ગઈ છે. કેન્સર સહીતનાં રોગોની સારવાર પણ તેઓ ઉત્તમ કરે છે. દરમ્યાન આ વર્ષે ડેન્ગ્યુનો રોગચાળો વકરતા આરોગ્ય વિષયક પગલા લેવાની તાતી જરૂરીયાત ઉભી થઈ લોકોને આ મહામારીમાંથી બચાવવા અને તેની માટે અસરકારક દવાની જરૂરીયાત ઉભી થઈ હતી તેવા સંજોગોમાં મુળ તો પરોપકારી અને સેવાભાવી સ્વભાવ ધરાવતાં જૂનાગઢનાં પૂર્વ નગરપતિ નીરૂભાઈ સંઘવીને ડેન્ગ્યુનાં કેસો સતત વધી રહ્યાં છે તો દર્દીઓ માટે કાંઈક કરવું જોઈએ એવી અંતર સ્ફુરણા થતાં જ નીરૂભાઈ સંઘવીએ ડો.ધવલ સંઘવી સાથે વાતચીત કરી અને તાત્કાલિક નિર્ણય લઈ પિતા-પુત્ર ડેન્ગ્યુનાં દર્દીઓને સહાય કરવા મેદાને પડ્યાં હતાં.
ડો.ધવલ સંઘવી દ્વારા આયુર્વેદીક ઔષધિયનું મિશ્રણ અને પરિક્ષણ કરી ડેન્ગ્યુ સામે રક્ષણ આપતી આયુર્વેદીક દવાનો આવિષ્કાર કર્યો, ડેન્ગ્યુ માટેની દવાનું પરીક્ષણ બાદ પ્રોડકશન કરવામાં આવ્યું અને આ દવાએ ડેન્ગ્યુનાં રોગમાં આશ્ચર્યજનક પરીણામ લાવી દિધું છે. ડો.ધવલ સંઘવી અને નિરૂભાઈ સંઘવીએ વિનામુલ્યે આ દવાનું વિતરણ કરી દર્દીઓને ડેન્ગ્યુનાં રોગચાળામાંથી રાહત આપવા ભગીરથી પ્રયાસ કર્યા અને તેના ફળ સ્વરૂપે આજે જૂનાગઢ શહેરમાં ડેન્ગ્યુનાં કેસોમાં ખુબ જ ઘટાડો થયો છે. અસરગ્રસ્ત દર્દીએ દવાનું સેવન કરતાં પ્લેટલેટમાં જબ્બર વધારો કરીને દર્દીને રોગમુકત કર્યા હતાં. મહામારી એવા ડેન્ગ્યુનાં રોગચાળામાં પણ જેમની દવા અસરકારક સાબીત થઈ છે એવા ડો.ધવલ સંઘવીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જયારે દર્દીને ડેન્ગ્યુ પોઝીટીવ આવે ત્યારે લિક્વિડનો જ વધારે ઉપયોગ કરવો જોઈએ. ફ્રુટ જયુસ, કોકોનેટ જ્યુસ સહિત લિક્વિડને ઉપયોગમાં લેવાથી તાત્કાલીક રાહત મળી શકે છે. આ ઉપરાંત ડેન્ગ્યુનાં લક્ષણો જણાય તો ત્રણથી પાંચ દિવસ બેડરેસ્ટ લેવા પણ જણાવ્યું છે. ડેન્ગ્યુનાં ૬ હજારથી વધુ દર્દીઓને ડો.ધવલ સંઘવીની અક્સીર દવાએ રોગમુક્ત કરી દીધા છે. ડો.ધવલ સંઘવીએ જણાવ્યું હતું કે તેઓએ જે દવા બનાવી છે. તે દવાનું સેવન કરવાથી દર્દીને ર૪ થી ૪૮ કલાકમાં પરીણામ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં આ દવાની કોઈ આડઅસર પણ થતી નથી અને દર્દી રોગમુક્ત બની તંદુરસ્ત બની જાય છે.
વિશેષમાં પૂર્વ નગરપતિ નીરૂભાઈ સંઘવી અને ડો.ધવલ સંઘવીએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુની આ દવા માર્કેટમાં રૂ.૧પ૦ જેવી કિંમતે મળે છે. પરંતુ અમોએ પડતર કિંમતે આ દવાને લોકોને રાહતરૂપે ફ્રી તેનું વિતરણ કરવામાં આવી રહેલ છે. નેચર કયોરનાં આકાશભાઈ, પ્રિયાભાઈ (જેરૂભાઈ), ડો.વિરેન સંઘવી, ભૂપતભાઈ પટેલ (બ્લુ બર્ડ) ખાતેથી લોકોને આ દવા મળી શકે છે. આ સેવાભાવી લોકો ડો.ધવલ સંઘવીને ત્યાંથી દવા લઈ આવી અને તેની મુળ કિંમતે જ વિતરણ કરી રહ્યાં છે. ડેન્ગ્યુનાં હાહાકાર સામે પૂર્વ નગરપતિ નીરૂભાઈ સંઘવી અને ડો.ધવલ સંઘવી જયારે લોકોને ખરા સમયે મદદ આપવા તૈયાર થયા અને ડેન્ગ્યુનાં દર્દીઓને નવી જીંદગી આપવામાં નિમિત બનેલ છે. ત્યારે તેમની સેવાકિય પ્રવૃતિની નોંધ લેવી જ રહી આ ઉપરાંત ડો.ધવલ સંઘવી દ્વારા ડેન્ગ્યુનાં દર્દી માટેની અકસીર દવાની શોધ કરેલ છે. તેને સરકારે પણ સ્વિકાર કરી અને લોકો સુધી પહોંચાડવી જોઈએ તેવો આમ લોકોનો સુર છે. અંતમાં ડેન્ગ્યુનાં આ રોગચાળા સામે અસરકારક કામગીરી દાખવનારા ડો.ધવલ સંઘવીનાં આ અભિયાનને સમાજ શ્રેષ્ઠી, વિવિધ સેવાભાવી સંસ્થા, લોક પ્રતિનિધીઓ, જૂનાગઢ મનપા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતનાં પદાધિકારીઓ, અધિકારીઓએ સંપૂર્ણ ટેકો આપી જરૂર પડ્યે તમામ પ્રકારની સહાય અને આગળ આવી ડેન્ગ્યુની આ દવાનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવાનાં કામમાં સહયોગ આપવા હાંકલ કરવામાં આવી છે અને ડેન્ગ્યુ નાબુદી અભિયાન આગળ ધપાવવા અનુરોધ કરાયો છે.

Leave A Reply