Friday, December 13

ર૧ નવેમ્બરે વિશ્વ ‘‘હેલો” દિવસ

દુનિયાની કોઇપણ વ્યકિતને ફોનની રીંગ વાગે એટલે સૌપ્રથમ ‘હેલો-હેલો’ બેથી ત્રણ વખત બોલ્યા પછી સામેવાળી વ્યકિતને કેમ છો પુછે છે. આ શબ્દ પ્રયોગ આપણે ખરેખરતો સામેની વ્યકિતને નમસ્કાર કરવાના ભાગરૂપે ‘હેલો કે કેમ છો’ જેવા શબ્દો બોલતા હોઇએ છીએ આ મતો હેલો શબ્દો ઇતિહાસ ધણો પ્રાચીન છે કહેવાય છે કે આ શબ્દની ઔપચારીક શરૂઆત ૧૮ર૬ પહેલીવાર અમેરીકામાં થઇ હતી.
હેલા શબ્દ આવ્યો કયાંથી ?
પ્રાચીન જર્મન ભાષામાં હોલા નામનો એક શબ્દો છે ‘હેલા એટલે નમસ્કાર કે પ્રણામ કરવાની એક રીત જર્મનીથીશરૂ થયેલો આ શબ્દ બ્રિટન પહોંચ્યો અને અંગ્રેજોએ તેમાં સુધારો કરીને હાલો કે મોલો કરી દીધો ૧૮૩૩માં અમેરીકામાં ફરીથી ‘હેલો’ શબ્દનો પ્રયોગ ‘ધ સ્કેચેસ એન્ડ સેન્સેટ્રીસિટીસી ઓફ કોલોનલ ડેવીડ ક્રોકેટ’ નામના એક પુસ્તકમાં થયો ટેલીફોન ઉપર પહેલીવાર હેલો એજ વર્ષે એટલે કે ૧૮૩૩માં ‘લંડન લિટરરી ગેઝેમાં હેલો શબ્દનો ઉપયોગ થયો ૧૮૬૦ સુધીમાં આ શબ્દ ઘણો પ્રચલિત થઇ ગયો અને લોકો બોલ આલમા હેલો બોલવા માંડયા હતા. ટેલીફોન ઉપર વિજ્ઞાની થોમસ આલ્વા એડિસને સૌ પહેલીવાર હેલો શબ્દની શરૂઆત કરી હતી.’
વિશ્વ હેલો દિવસ કેમ મનાવાય છે
૧૯૭૩માં પહેલીવાર ર૧ નવેમ્બરે વિશ્વ હેલો દિવસની શરૂઆત થઇ ૧૮૦ કરતા વધુ દેશો વિશ્વ હેલો દિવસનો હિસ્સો છે ૧૯૭૩માં ઇઝરાયેલ અને મિસર વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષના અંત આવ્યો એ પછી જે શબ્દનો સૌ પ્રથમવાર ઉપયોગ થયો તો હેલો હતો વિશ્વશાંતિ અને મિત્રતાનો ફેલાવો થાય તેમજ લોકો વચ્ચે વ્યકિતગત સંવાદ વિકસે એ માટે વિશ્વ હેલો દિવસની શરૂઆત થઇ કોઇપણ વ્યકિત વિશ્વ હેલો દિવસનો હિસ્સો બની શકી છે. બસ તમારે એ માટે માત્ર ૧૦ લોકોને હેલો દિવસની શુભચ્છા મોકલવાની છે. ૧૯૭૩ થી વિશ્વ હેલો દિવસની શરૂઆત થઇ ત્યારથી આ દિવસની ઉજણીમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ હોશભેર ભાગ લેતા આવ્યા છે.
વિશ્વમાં વિવિધ ભાષામાં હેલો કેવી રીતે બોલાય છે
આપણે જાણ્યું કે હેલો શબ્દનો પ્રયોગ સામેવાળી વ્યકિતને નમસ્કાર કે પ્રણામના અર્થમાં કહેવાય છે. પરંતુ વિશ્વની દરેક ભાષામાં હેલો શબ્દ કેવી રીતે બોલાયછે. તે જાણવું પણ રસપ્રદ થઇ જશે હેલો શબ્દને ફ્રેન્ચ ભાષામાં ‘લોનજોઉર’ હિન્દીમાં ‘નમસ્તે’ સ્પેનિશસમાં ‘હેલો’ ઇટાલીમાં ‘કાઇઓ’ ખોટુગીઝમાં ‘ઓલા’ જાપાનીઝમાં ‘ઓહયો’ તુર્કિમાં ‘મેરહબા’ કારીયનમાં ‘અહન યંગ હાસેયો’ અને મેન્ડેરિનમાં નિહાઉ ‘હેલો’ શબ્દને કહેવામાં આવે છે આમ સામાવાળી વ્યકિતને નમસ્કાર અથવા પ્રણામ કહેવા માટે અલગ અલગ શબ્દો જોવા મળે છે.

Leave A Reply