Tuesday, December 10

જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ પ્રાયોગિક ધોરણે કાર્યરત

જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી રહી છે. આ સમસ્યાનાં ઉકેલ માટે અવારનવાર રજુઆતો કરવામાં આવે છે. પરંતુ યોગ્ય નિરાકરણ થતું નથી. દરમ્યાન જૂનાગઢ શહેરનાં મુખ્ય-મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયમન અને ટ્રાફિક ક્લીયર કરાવવા માટેની મુવમેન્ટ સ્થાનિક ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનો દ્વારા કરવામાં આવે છે. દરમ્યાન મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલ સિસ્ટમને કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરી અને ટ્રાફિક સિગ્નલો પૂર્ણ રીતે ફીટ કરી દિધા હોય આ કામગીરી પુરી થતાં પોલીસ વિભાગને ગઈકાલે સોંપી દિધેલ છે. જાણવા મળતી વિગત અનુસાર ગઈકાલે રાત્રીનાં ટ્રાફિક સિગ્નલ અંગેની ટ્રાયલ કરવામાં આવી હતી અને આજે પ્રાયોગિક ધોરણે શરૂ કરી દીધાં છે. જા કે સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત હજુ થઈ નથી તેમ જાણવા મળે છે. જૂનાગઢ શહેરમાં આ ચોથી વખત ટ્રાફીક સીગ્નલ સીસ્ટમ શરૂ થનાર છે. ત્રણ વખત ટ્રાફીક સીગ્નલ પાછળ કરોડોનો ખર્ચ નિષ્ફળ ગયો હતો.

Leave A Reply