Tuesday, December 10

જૂનાગઢનો મોનાર્ક ત્રિવેદી વિરાટ કોહલીને ડાન્સ સ્ટેપ શીખવશે

સ્ટાર પ્લસ ઉપર શરૂ થયેલા નવા શો ‘ડાન્સ પ્લસ’ની સીઝન પાંચનો સ્પર્ધક મોનાર્ક ત્રિવેદી વિરાટ કોહલીને મળશે. મોનાર્ક જૂનાગઢનો છે અને તે કોહલીનો ફેન છે. મોનાર્કની હાઇટને કારણે તેને બાળપણથી દરેક વ્યક્તિ ચીડવતી હતી. તે અગિયાર વર્ષની ઉંમરથી ડાન્સ કરી રહ્યો છે. તેણે માની લીધું હતું કે તેને ક્યારેય સફળતા નહીં મળે. જોકે ડાન્સ પ્લસથી પ્રેરણા મેળવીને તેણે એમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. હવે આ શો દ્વારા તેને તેના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીને કલકત્તામાં મળવાની પણ તક મળશે. તે વિરાટને બે-ત્રણ ડાન્સ સ્ટેપ પણ શીખવશે.

Leave A Reply