Tuesday, December 10

ઉપલેટામાં યોજાયેલી એથ્લેટીકસ સ્પર્ધામાં જૂનાગઢનાં વિપ્ર દંપતિએ ગોલ્ડ મેડલ મેળવ્યા

ઉપલેટામાં તા.૧૬ અને ૧૭ નવેમ્બર ર૦૧૯ના રોજ માસ્ટર એથ્લેટીકસ એસોસીએશન અને રાજકોટ જીલ્લા રૂરલ એથ્લેટીકસ એસોસીએશન ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના મ્યુનીસીપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં ગુજરાત રાજયકક્ષાની ૩૯મી માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાયેલ હતી જેમાં ગુજરાતભરમાંથી ૩પ થી ૯૦ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેવા આવેલા હતા જેમાં જૂનાગઢના સિનીયર સીટીઝન ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ દંપતીએ પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલો મેળવ્યા હતા. પીજીવીસીએલના નિવૃત્ત કમર્ચારી ૭૩ વર્ષના ઝડપી ચાલના માસ્ટર દિનેશભાઈ જે. જોષી એ ૭૦ પ્લસ વયની કેટેગરીમાં પાંચ કિલોમીટરની ઝડપી ચાલ સ્પર્ધામાં જોમ જોશ દાખવી યુવાનોને પાછળ રાખી પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ જીતેલ છે. જયારે તેમના ધર્મપત્ની તરૂબેન ડી.જોષીએ પણ ૬પ પ્લસ વયની કેટેગરીમાં પાંચ કિલોમીટરની ઝડપી ચાલમાં જોશ દાખવી પ્રથમ નંબરે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે તેમજ બચ્છી ફેંક સ્પર્ધામાં પણ પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.
આ દંપતીની સિધ્ધી બદલ ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ એસોસીએશનના પ્રેસીડેન્ટ તથા ચેરમેન તેમજ જનરલ સેક્રેટરી દ્વારા પ્રમાણ પત્રો અને ગોલ્ડ મેડલો આપી સન્માન કરવામાં આવેલ હતા અને હવે આ દંપતી નેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લેવા મણીપુર ઈમ્ફાલ જેશે અને ત્યાં પણ સ્પર્ધામાં તેઓ પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવે તેવી સર્વએ શુભેચ્છા પાઠવી છે. આ દંપતીએ શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ અને ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ એસોસીએશન તેમજ સિનીયર સીટીઝન મંડળ જૂનાગઢનું ગૌરવ વધારેલ છે.

Leave A Reply