જૂનાગઢ આયુર્વેદ મહાવિદ્યાલયમાં સ્વાસ્થ્ય સુરક્ષા ઉપર વ્યાખ્યાન યોજાયું

જૂનાગઢના સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રોફેસર ડો.નીપા એ. જરસાણીયાએ જૂનાગઢની જાવિયા સ્કૂલિંગ સિસ્ટમની બાળકીઓને menarche hygiene વિષય ઉપર સ્વાસ્થ્ય સુરક્ષા બાબતનું એક વ્યાખ્યાન આપ્યું હતું. કુમારિકાઓને લગતા વિષયો બાબતે સમાજમાં જાગૃતિ લાવવા માટે આ પ્રકલ્પ હતો. નાની બાળકીઓને અસ્વચ્છતાથી થનારી બીમારી બાબતે અત્રેની પ્રોફેસર ડો.નીપા જારસાણીયાએ એક વ્યાખ્યાન આપ્યું હતું જેમાં ૨૧૬ જેટલી વિદ્યાર્થીનીઓએ હાજર હતી. વિદ્યાર્થીનીઓને સ્વચ્છતાની તાલીમ આપવામાં આવી અને રોગને કેમ અટકાવી શકાય તેમજ તે વિશેષ સમયમાં આહાર અને વિહાર કેવી રીતે કરવો, તે બાબતની વિશેષ સમજ આપવામાં આવી હતી. આવા વિશેષ સમયમાં માતા-પિતા તેમજ શિક્ષકો વિદ્યાર્થીનીઓને સમજે અને તેમને સુદૃઢ બનાવી, સમાજને બળવાન બનાવે, એવા મૂળ હેતુથી જાવિયા સ્કૂલિંગ સિસ્ટમે વ્યાખ્યાન આયોજિત કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ પ્રતિસાદ આપતા કહ્યું કે, વ્યાખ્યાન ખૂબ જ પ્રભાવી અને ફળદાયી રહ્યું હતું.

Leave A Reply