Friday, December 6

જલારામ મંદિરનું હવેલી ગલી ખાતે સત્સંગ હોલમાં કામચલાઉ સ્થળાંતર

જૂનાગઢના પોસ્ટ ઓફીસ રોડ ખાતે આવેલ શ્રી જલારામબાપા તથા શ્રી વિરબાઈમાંના મંદિરનું વિશાળ જગ્યામાં પૂર્નઃ નવનિર્માણ થનાર હોય તેથી આ જગ્યામાં આવેલ તમામ જુના મકાનો પાડી નાખી સપાટ મેદાન કરવાનું હોવાથી મંદિરમાં રહેલ સર્વે દેવ-દેવીઓની મૂર્તિઓ તથા ચિત્રજી તેમજ જલારામબાપા તથા વિરબાઈ માંના ચિત્રજીનું હવેલી ગલી ખાતે ચાંદી બજાર પાસે આવેલ માતૃશ્રી કાન્તાબેન લીલાધર મશરૂ સત્સંગ હોલ ખાતે કામચલાઉ રીતે તા.ર૮/૧૧/ર૦૧૯ને ગુરૂવારના રોજ માગશર સુદ બીજના શુભ દિને સાંજના ૪ઃ૩૦ કલાકે સ્થળાંતર કરવામાં આવેલ હતું.
આ તકે શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂનાં પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી અને ભાવભેર પૂજન-વિધી કરી હતી તેમ મહિલા અગ્રણી અનીલાબેન બથીયા તેમજ પુજાબેન કારીયાની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply