મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને ચંદ્રક અર્પણ

ગઈકાલે અમદાવાદ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનો કાર્યક્રમ શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં પ્રસંશનીય કામગીરી દાખવનારા અધિકારીઓનું સન્માન કરવામાં આવેલ છે. જૂનાગઢનાં બાહોશ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું પ્રસંશનીય કામગીરી બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરી અને ચંદ્રક એનાયત કરવામાં આવતાં જૂનાગઢ પોલીસ વિભાગમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. આજે પોલીસ સ્ટાફ દ્વારા ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે. અમદાવાદ ખાતે તાજેતરમાં પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનું આયોજન કરાયું હતુંં જેમાં ર૦૧પ થી અત્યાર સુધી સારી કામગીરી કરનાર પ્રજાના રખેવાળ એવા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જૂનાગઢ પોલીસમાં ફરજ બજાવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ ર૦૧૬માં કરેલી પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રદિપસિંહ જાડેજાને પોલીસ ચંદ્રક અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તેમને ચંદ્રક મળવા બદલ જૂનાગઢ ટ્રાફિક શાખાએ અભિનંદન પાઠવેલ છે.

Leave A Reply