Friday, December 6

જૂનાગઢમાં સ્વ.ભરતભાઈ પંડયાની સ્મૃતિમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિનાં આગેવાન અને એસટીનાં નિવૃત્ત કર્મચારી ભરતભાઈ પ્રભાશંકર પંડ્યાનું તા.૧૯નાં રોજ અવસાન થતાં સમસ્ત બ્રહ્મ સમાજ શોકાગ્રસ્ત થયો છે. અત્યંત માયાળુ અને સરળ સ્વભાવનાં હસમુખા એવા ભરતભાઈને સ્મરણાંજલી આપવા તેમના નિવાસસ્થાનની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં ગતરાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકગાયક રાજુભાઈ ભટ્ટ, નિરૂબેન દવેએ કબીરજીનાં અને બેફામ સાહેબની રચના આગે ભી લકડી પીછે ભી લકડી દેખ તમાશા રાગ ભૈરવી રજુ કરી અને સૌને ગદગદીત કર્યા હતા. આ ભજન સંધ્યાના કાર્યક્રમમાં અકિલા પરિવારનાં બહેનશ્રી અને મહીલાક્રાંતિ સાપ્તાહિકનાં તંત્રી મીનાબેન ચગ ખાસ ઉપસ્થિત રહી સ્વ.ભરતભાઈ પંડ્યાને શ્રધ્ધાસુમન અર્પણ કરી પંડ્યા પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જીલ્લાનાં પ્રમુખ પરેશભાઈ જોષી, આરતીબેન જાષી, ભરતભાઈ લખલાણી, રૂપલબેન લખલાણી, અશોકભટ્ટ, મુકેશ મહેતા, હસુભાઈ જોષી, આશિષ રાવલ સહિત બ્રહ્મ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરોકત તસ્વીરમાં ભજન રજુ કરતાં રાજુભાઈ ભટ્ટ, નિરૂબેન દવે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મીનાબેન ચગ તેમજ પંડ્યા પરિવારનાં જીતુભાઈ પંડ્યા, શૈલેષભાઈ પંડ્યા, જય પંડ્યા તેમજ ચેતનાબેન પંડ્યા, વિણાબેન પંડ્યા, ડિમ્પલ પંડ્યા, અંજલી પંડ્યા, પાર્થ પંડ્યા અને મિનાક્ષીબેન બી.પંડ્યા વગેરે નજરે પડે છે તેમજ આ કાર્યક્રમમાં કુ.કલ્યાણી પંડ્યા પ્રણામી વગેરેએ દાદાને શ્રધ્ધાંજલી અર્પી હતી.

Leave A Reply