કોમી એકતા-રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું બહુમાન કરાયું

તાજેતરમાં અમદાવાદ ખાતે સરકાર દ્વારા પોલીસની પ્રસંશનીય કામગીરીની વિશેષ નોંધ લઈ પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં હાલ જૂનાગઢમાં પોતાની ફરજ બજાવતા કર્મનિષ્ઠ બાહોશ અધિકારી એવા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પોલીસ ચંદ્રક અર્પણ કરી સન્માનિત કરાતાં તમામ સોરઠવાસીઓ ગૌરવની લાગણી અનુભવે છે. જૂનાગઢની જનતાને આવા બાહોશ અધિકારીની સેવાનો લાભ હાલ મળી રહેલ છે ત્યારે તેઓની કાર્ય શૈલીને બિરદાવવા કોમી એકતા-રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા. જેમાં બટુકભાઈ મકવાણા, સોહેલ સિદ્દીકી, કેડી સગારકા, જિશાન હાલેપોત્રા, સફિભાઇ સોરઠીયા, હરેશ બાટવિયા, પરસોતમભાઈ પરમાર, અશ્વિનભાઈ મણિયાર, સમજુભાઇ સોલંકી, મુન્નાબાપુ કાદરી, કુરજીભાઈ મકવાણા, સાકીરભાઈ બેલીમ, આસિફભાઈ બ્લોચ, રમેશભાઈ કામલિયા, મનોજ ચૌહાણ વગેરે જોડાયા હતા.

Leave A Reply