જૂનાગઢ સહિત સોરઠમાં ફુલગુલાબી ઠંડી : ગીરનારમાં ૧૦ ડિગ્રી

ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન ૧૮.૮, લઘુતમ તાપમાન ૧પ.૯, ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવનની ગતિ પ્રતિકલાક ૬.૧ની નોંધાઈ છે. જૂનાગઢ કૃષિ યુનિ.ના મોતીબાગ કેમ્પસમાં મો‹નગ વોકમાં લોકોની સંખ્યા વધી છે. જીમમાં પણ ફિટનેસ માટે ધસારો જોવા મળી રહ્યો છે. જયારે ભવનાથ, ગીરનાર ક્ષેત્રમાં ૧૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જૂનાગઢ સહિત રાજ્યમાં હવે સવારના ગાળામાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.
સવારનાં તો ખરા જ પરંતુ મોટાભાગના લોકો મોડી રાત્રે પણ ગરમ વસ્ત્રોમાં નજરે પડવા લાગી ગયા છે. તાપમાનમાં આગામી બે દિવસ દરમ્યાન કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી પરંતુ ઠંડા પવનોના લીધે ફુલગુલાબી ઠંડીનો અનુભવ હવે લોકોને થઇ રહ્યો છે.વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

Leave A Reply