Thursday, May 28

ભવનાથનાં આહિર સમાજનાં નવા ઉતારા માટેનાં બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરાયું

જૂનાગઢનાં ભવનાથ ખાતે આવેલ આહિર સમાજ મંગલનાથ બાપુની જગ્યા ખાતે આહિર સમાજનો ઉતારો આવેલ છે. ઉતારામાં શિવરાત્રીનાં મેળામાં તથા ગિરનારની લીલી પરીક્રમા વખતે સમાજનાં લોકોને પુરતી સુવિધા થઈ શકતી ન હતી તેથી આ જગ્યામાં વિશાળ ભવન બનાવવાનું નકકી કરેલ હતું. આ સંસ્થાનાં પ્રમુખ દેવાણંદભાઈ સોલંકી તથા ટ્રસ્ટીઓની જહેમત બાદ આ સંસ્થામાં ઉતારા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત આજે તા. ર-૧ર-૧૯ સોમવારનાં રોજ યોજાયેલ હતું.આજે ભૂમિ પૂજન ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભીખુભાઈ વારોતરીયા, તાલાળાનાં ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, આહિર સમાજનાં સંતો ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમની સાથે દ્વારકાથી ભાલકા સુધી સુવર્ણ શિખર, ધ્વજા રથયાત્રા દ્વારા આહિર સમાજાનું ગૌરવ એવી આ યાત્રાનું ગિનીશ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ આવેલ છે જે સમાજનું ગૌરવ છે. આ યાત્રાનાં સારથી અને આહિર સમાજનાં જ્ઞાતિરત્ન ભગવાનભાઈ બારડનો સન્માન અભિવાદન સમારોહ જ્ઞાતિનાં ભામાશા ભીખુભાઈ વારોતરીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.

Leave A Reply