Friday, December 6

જૂનાગઢનાં પોલીસકર્મી કે.એમ.ગોસ્વામીનો વિદાય સમારંભ યોજાયો

જૂનાગઢનાં સર્કલ પોલીસ ઈન્સ્પેકટર કે.એમ.ગોસ્વામી વયનિવૃત્ત થતાં જૂનાગઢ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા તેઓને જીલ્લાનાં પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદાય આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૧૯૮રમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભાવનગર જીલ્લામાં ભરતી થયેલ પોલીસ ઈન્સ્પેકટર કે.એમ.ગોસ્વામી ઉત્તરોતર પ્રગતિ કરી, પ્રમોશન મેળવી હાલ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર તરીકે જૂનાગઢ ખાતે ફરજ બજાવતાં હતા. પોતાની જૂનાગઢ જીલ્લાની ફરજ દરમ્યાન તેઓએ પોલીસ ઈન્સ્પેકટર એલ.આઈ.બી. સર્કલ પોલીસ ઈન્સ્પેકટર માણાવદર અને સર્કલ પોલીસ ઈન્સ્પેકટર જૂનાગઢ તરીકે ફરજ બજાવેલ હતી. તેઓએ માણાવદર અને જૂનાગઢ ખાતે સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની ફરજ દરમ્યાન આશરે ૩૦ જેટલી સગીર વયની પ્રવૃત્તિઓનાં અપહરણમાં અસરકારક કામગીરી કરી અને આરોપીઓને પકડી પાડી યુવતીઓને પરત લાવવાની નિર્ણાયક સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી. ઉપરાંત, તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી દરમ્યાન   એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવેલ હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીઓ અત્યંત શાંતિભર્યા વાતાવરણમાં યોજાયેલ હતી. નિવૃત્ત થતાં પોલીસ ઈન્સ્પેકટર કે.એમ.ગોસ્વામીને જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડિવીઝનનાં ડીવાયએસપી જે.બી.ગઢવી, પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી.બારૈયા, પોલીસ સબ ઈન્સ્પેકટર જે.એમ.વાળા સહિતનાં અધિકારીઓએ તેઓની કામગીરીને બિરદાવી હતી અને નિવૃત્તિની શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી.

Leave A Reply