રાજ્યની પંચાયતો મોબાઈલ ટાવરના વેરા લઈ શકશે

મોબાઇલ ટાવરો ના ભાડાની આવક મેળવવાનો અધિકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ છે અને આ કર એ પંચાયતોનું સ્વભંડોળ છે ત્યારે તેની વસૂલાત માટે જરૂરી સ્પષ્ટતાઓ વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવી છે
રાજય સરકારના પંચાયત વિભાગે મોબાઈલ ટાવર પર કર વસુલવાની સત્તા ગ્રામ પંચાયતોને સોંપી દીધી છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ1993ની કલમ 200(1)માં મોબાઇલ ટાવર ઉપર કર લેવા માટેની જોગવાઈ 21 ઓગસ્ટ 2015થી કરવામાં આવેલી છે ત્યારે આ જોગવાઇ અને રાજ્યની વડી અદાલતમાં પડકારવામાં આવી હતી પરંતુ ન્યાયાલય દ્વારા આ જોગવાઈને કાયદેસરની ગણાવી છે અને તે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મોબાઇલ ટાવર ઉપર લઇ શકે છે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા પછી વિકાસ કમિશનર એમ જે ઠક્કર દ્વારા જરૃરી સ્પષ્ટતા સાથે આ બાબતે ફરીથી વિશેષ પત્ર પાઠવ્યો હતો જેમાં વિકાસ કમિશ્નરે સ્પષ્ટતા કરી હતી કે ઉચ્ચક કર પંચાયતોને વસૂલવાના બદલે 1964ના કર અને ફી ના નિયમોના નિયમ ભીમા પંચાયત વિભાગ દ્વારા 30/11/91ના જાહેરનામા થી 5 ટકા નો અને જમીનો પરના કર જે નિશ્ચિત કરવામાં આવ્યા છે તે પ્રમાણે વસૂલવા તેની જોગવાઇઓની સ્પષ્ટતાઓ પત્રમાં કરી છે એટલું જ નહીં મોબાઇલ ટાવર ઈન્સ્ટોલ કરવા સંબંધે અરજી મળ્યાની તારીખથી એક મહિનાની અંદર પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાઈ મુજબ આપવાની રહેશે ઉપરાંત આવરદા વાર્ષિક ભાડા ની કિંમત ઉપર આધારિત કર ના દર ન્યૂનતમ વાર્ષિક પાડાની કિંમત ના 5 ટકા અને અધિકતમ વાર્ષિક ભાડાની કિંમતના 15 ટકા સુધી વસૂલી શકાશે.
જોકે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા આ મુદ્દે તલાટીઓની માસિક મિટિંગ માં પણ સમીક્ષા કરવા વિષય સૂચનાઓ આપી છે અને આ આ વખતે પંચાયત સ્વભંડોળ વધારનારી હોવાથી તેના ઉપર વિશેષ ભાર મૂક્યો છે

Leave A Reply