Friday, December 6

જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું જોર સામાન્ય : નલિયામાં કાતિલ ઠંડી

જૂનાગઢ સહિત સોરાષ્ટ્રમાં ઠંડીનું જોર સામાન્ય રહ્યું છે જો કે, ગુજરાતના નલિયા સહિતના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. નલિયામાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. નલિયામાં પારો ગગડીને ૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે.
જૂનાગઢ કૃષિ હવામાનનાં જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ર૪ ડીગ્રી, લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક ૩.૧ ની નોંધાઈ છે. જો કે, વહેલી સવારનાં ધુમ્મસ-જાકળનું પ્રમાણ વધ્યું છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. સવારે ઠંડી પડયા બાદ બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે.

Leave A Reply