ગુજરાતના શહેરી વિસ્તારમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં

ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો તેને ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહીં મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા મ્યુ. કોર્પો.ની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધ શહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરજીયાત રહેશે.વાહન વ્યવહાર મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાને કારણે વાહન ચાલકોને સામાજિક પ્રસંગોમાં જવામાં કે પછી અન્ય કામોમાં ખાસ્સી અગવડ પડતી હતી. આવી અગવડતની ફરિયાદો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે .હાઈવે પર ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત, દંડ ચાલુ રહેશે.તેમ વાહન વ્યવહાર મંત્રી ફળદુએ જણાવ્યું હતું .

Leave A Reply