કેશોદમાં નિ:શુલ્ક ઇંગ્લીશ ટયુશન ક્લાસની સેવા આપતા નિવૃત શિક્ષક

કેશોદમા ધોરણ નવ તથા દશના વિદ્યાર્થીઓને ઇંગ્લીશનુ નિ:શુલ્ક ટયુશન કલાસીસ ચલાવી અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થનાર નિવૃત શિક્ષક દિનેશભાઈ કાનાબાર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનુ પણ સંચાલન કરી રહ્યા છે .
કેશોદના ભાટ સિમરાેલીથી યોગેશ્વર વિદ્યાલયમાં ૨૮ વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી તે દરમિયાન પણ વિદ્યાર્થીઓને મફત ટયુશન ક્લાસ ચલાવતા શિક્ષક દિનેશભાઈ કાનાબાર હાલ વય મર્યાદાના કારણે નિવૃત થતા કેશોદમાં ધોરણ નવ તથા દશના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયના ટયુશન ક્લાસ વિના મૂલ્યે ચલાવી રહયાછે જેમાં ૩૭ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ટયુશનનો લાભ લઈ રહ્યા છે આજનાં સમયમાં તગડી ફી લઈને કલાસીસ ચલાવતા શિક્ષકો સામે નિવૃત શિક્ષકે નિ:શુલ્ક કલાસીસ ચાલુ કરીને સેવાનું ઉમેદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે  કેશોદના નિવૃત શિક્ષક અને  સામાજીક કાર્યકર દિનેશભાઈ કાનાબાર કે જે વિવિધ  સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલાછે તેમના દ્વારા જલારામ મંદિરે દર મહિને બે આંખના કેમ્પ, અન્નક્ષેત્ર, બ્લડ કેમ્પ, સવૅરોગ નિદાન કેમ્પ, ‘માનવતા નું ઘર’ વગેરે   સેવાકીય પ્રવૃત્તિ નું સંચાલન કરવામાં આવે છે સાથે દર વર્ષે શિયાળામાં કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગપ્રતિકારક ઉકાળાના વિતરણમાં પણ અવિરત સેવા આપેછે

Leave A Reply