બિન સચિવાલયની પરીક્ષા મામલે સરકાર સામે મોરચો માંડનાર ઉમેદવારો ની અટકાયત

બિન સચિવાલયની પરીક્ષા મામલે સરકાર સામે મોરચો માંડનાર ઉમેદવારો ની અટકાયત
ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ ની પરીક્ષા દરમિયાન કેટલીક ગેરરીતીઓ થયાના કિસ્સા સામે આવતા રાજ્યના યુવાધનને દ્વારા સત્તા પક્ષી સામે મોરચો માંડવામાં આવ્યો હતો જોકે સરકાર સામે રજૂઆત અને લડત આપવા માટે એકઠા થયેલા પરીક્ષાર્થીઓને પોલીસે ખદેડી મુક્યા હતા. અને તે પૈકી કેટલાક ની અટકાયત કરતા આ મુદ્દો રાજકીય બની ગયો હતો જોકે કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધીનગર હેડ ક્વાર્ટર જઇને અટકાયતી ઉમેદવારોને છોડાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા
રાજ્ય સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ ઉભો થયો હતો. પરિણામે સરકાર સામે ઉમેદવારો એ લડતના મંડાણ કર્યા હતાં. જેના પગલે ગઈકાલે સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરમાં થી મોટાભાગના ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા હતા જો કે અગાઉથી તૈનાત પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ માં થયેલા કૌભાંડના વિરોધમાં ઉમેદવારોએ સરકાર સમક્ષ રજૂઆત કરવા તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ સામે મોરચો માંડયો હતો જેની અગાઉથી જાણ પણ કરવામાં આવી હતી પરંતુ આંદોલનકારીઓ ભેગા થાય તે પહેલાં ગાંધીનગર પોલીસ દ્વારા મોટાભાગના ઉમેદવારો ને ડિઝાઇન કરવામાં આવ્યા હતા તો બીજી તરફ નવા સચિવાલય સંકુલ અને સત્યાગ્રહ છાવણી સહિત ગાંધીનગરના તમામ મુખ્ય પ્રવેશદ્વાર ઉપર સઘન પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો .
જો કે પોલીસની અભેધ કિલ્લેબંધી દરમિયાન પણ કેટલાક આંદોલનકારીઓ વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા માટે અલગ અલગ જગ્યાએ એકત્રિત થયા હતા .
આ દરમિયાન પોલીસ દ્વારા 100 થી વધુ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી .
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલય વર્ગની પરીક્ષામાં બનેલી ઘટનાઓ ના પડઘા સરકાર સુધી પડ્યા છે તો બીજી તરફ પરીક્ષામાં ઊભી થયેલી ગેરરિતીના મામલે સમગ્ર રાજ્યના મોટાભાગના ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવવા નું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ પોલીસે મોટાભાગના આંદોલનકારીઓની અટકાયત કરી હતી . અને ઉમેદવારો નું આંદોલન તોડી પાડવા ની વ્યૂહરચનામાં આખરે સરકાર સફળ થઇ હતી.
જો કે ઘટનાની ગંભીરતા જણાતા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ થયેલી ગેરરીતિની ચોખવટ કરવી પડી હતી પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે આ આખીય ઘટના બાદ ગૌણ સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ અસિત વોરા પોતાની થયેલી ભૂલો કેમ સ્વીકારતા નથી.એટલું જ નહીં વર્તમાન સરકાર ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલોને કેમ આવે છે અને અધ્યક્ષ ને કેમ છાવરે છે ? તે મુદ્દો સમગ્ર દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યો હતો

Leave A Reply