જૂનાગઢમાં ડો.ખારોડની હોસ્પીટલમાં પીડારહીત દાંતની શ્રેષ્ઠ અને આધુનિક સારવાર ઉપલબ્ધ

જૂનાગઢ તા. ૪
દાડમના દાણા જેવા અને સફેદ -ચમકીલા દાંતની ઈચ્છા કોને ન હોય? કેમ કે સુંદર, સ્વચ્છ અને સીધા દાંત ચહેરાને વધુ સુંદર બનાવે છે. પરંતુ ઘણાં વ્યક્તિ ઓ પોતાની પાન, માવા, ગુટકા ખાવાની કુટેવોથી દાંતની સુંદરતાને બગાડી નાખે છે. તેમજ જન્મજાત પણ દાંતની ખામીઓ રહેતી હોય છે. આ ઉપરાંત વાંકાચુંકા, કદરૂપા દાંત, દાંત વચ્ચે ખાલી જગ્યા કે વધુ પડતા દાંત અંદર કે બહાર આવતા હોય, દાંતના મુળીયા સડી જવા, કદરૂપા દાંતની સમસ્યાથી તેમજ દાંતનો દુઃખાવો, પેઢાનો દુઃખાવો જેવા દર્દથી પણ પીડાતા હોય છે. ઘણાં લોકો કદરૂપા દાંતથી સ્મિતકરવામાં પણ સંકોચ અનુભવતા હોય છે. ત્યારે આ દાંતની સમસ્યા અને સારવાર માટે હવે આધુનિક પધ્ધતિઓનો આવિષ્કાર થયો છે અને જૂનાગઢમાં ડો.ખારોડ સુપર સ્પેશ્યાલીટી ડેન્ટલ અને સ્કીન હોસ્પીટલમાં આ પ્રકારની શ્રેષ્ઠ અને આધુનિક સારવાર ઉપલબ્ધ છે. અને એ પણ પીડારહીત સર્જરીઓથી..
દાંતને સુઘડ રાખવા શું કરવું?
બાળકોને ચોકલેટ કે ગળી ચીજવસ્તુઓ ખવડાવવાની ટેવ ન પાડવી જાઈએ. બાળકોને પણ બાળપણથી જ યોગ્ય રીતે ટૂથબ્રશ કરતા શીખવવું જાઈએ. એજ રીતે મોટાઓએ પણ ટૂથ બ્રશ કરવામાં ઉતાવળ ન કરવી જાઈએ અને બેથી ત્રણ મીનીટ સુધી બ્રશથી દાંતને સાફ કરવાની આદત પાડવી જાઈએ. તેમજ પાન, માવા, ગુટકા ખાવાથી દુર રહેવું જાઈએ.
ડો.ખારોડની હોસ્પીટલમાં ઉપલબ્ધ છે દંત ચિકિત્સાની આધુનિક સારવાર
ડો. ખારોડ સુપર સ્પેશ્યાલીટી ડેન્ટલ એન્ડ સ્કીન હોસ્પીટલ બાલાજી કોમ્પ્લેક્ષ, પ્રથમ માળે, ડો.ચિખલીયાની હોસ્પીટલની બાજુમાં આવેલી છે. ડો.નિરવ એન. ખારોડ (એમડીએસ) ઓર્થોડોન્ટીસ્ટ, ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીસ્ટ અને ઓરલ ઈમ્પ્લાન્યેલોજીસ્ટની પદવી સાથે દાંત ચિકિત્સાના નિષ્ણાંત તબીબ છે. તેમના પત્ની ડો.જાલી ટીલારા ખારોડ (બીડીએસ, પીજીસીઈ) ડેન્ટલ સર્જન, (સી) એન્ડોડોન્ટીસ્ટ, ડીઝીટલ સ્માઈલ ડીઝાઈનર (ડીએસડી)ની પદવી ધરાવે છે તેઓ રૂટ કેનાલ, સ્માઈલ ડીઝાઈન તથા કોસ્મેટીક ડેન્ટીસ્ટ્રીના નિષ્ણાંત છે.

ડેન્ટલ ઈમ્પલાન્ટસ (ફિકસ દાંત) 

અગાઉ પડી ગયેલા દાંતની જગ્યાએ એક્રેલીકના દાંતનું ચોકઠું બેસાડી અપાતું જેનાથી ઘણી મુશ્કેલીઓ પડતી હતી અને ચહેરાનો આકાર પણ બદલાઈ જતો હતો. બોલવામાં અને ખાવામાં પણ તકલીફ રહેતી. પરંતુ હવે ડેન્ટલ ઈમ્પ્લાન્ટસની આધુનિક સારવાર ઉપલબ્ધ બની છે. ઈમ્પ્લાન્ટસ ટાઈટેનીયમ નામની ધાતુમાંથી બનાવવામાં આવે છે. અને ઈમ્પ્લાન્ટને એકવાર બેસાડયા પછી તેની ઉપર કુદરતી દાંત જેવા જ ક્રાઉન બેસાડી દેવામાં આવે છે. આ કૃત્રિમ દાંત વડે ગમે તેવી કઠણ ચીજ પણ ખાઈ શકાય છે. આ ઈમ્પ્લાન્ટના ફાયદા એ છે કે, ટાંકા લીધા વગર પીડારહીત સર્જરી કરાય છે. એક કે તેથી વધુ કે તમામ દાંત પડી ગયા હોય તો તેના માટે આ શ્રેષ્ઠ અને અંતિમ વિકલ્પ છે.

દાંતમાં સડો કે ઈજામાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ

દાંતમાં સડો, ઈજાથી ઈન્ફેકશન થાય ત્યારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટથી આવા દાંતોને કાઢી નખાતા પરંતુ હવે આધુનિક સારવારની મદદથી આવા રોગગ્રસ્ત દાંતોને કઢાવવાને બદલે તેને બચાવી શકાય છે. આ ટ્રીટમેન્ટથી જડબાના હાડકાનું બંધારણ જળવાય છે. ચાવવાની કાર્યક્ષમતામાં ઘટાડો થતો નથી, દાંત કઢાવીને બ્રીજ કે ઈમ્પ્લાન્ટ કરાવવા કરતા રૂટ કેનાલથી દાંત બચાવવો વધુ ફાયદાકારક અને આર્થીક રીતે પણ પરવડે છે.

વાંકાચુંકા દાંતને સીધા કરતી બ્રેસેસ થેરેપી

બ્રેસેસ થેરેપીથી વાંકાચુંકા દાંતને સીધા કરી શકાય છે. ઉપરના કે નીચેના જડબાના દાંતો વધુ પડતા બહાર નીકળેલા હોય, સીધી હરોળમાં ન હોય કે આગળ પાછળ હોય, બંને જડબાની વચ્ચેના દાંત એકબીજા સાથે મળતા ન હોય કે કેવળ વચ્ચેના દાંત જ એકબીજા સાથે મળતા હોય, આ સમસ્યામાં બ્રેસેસ થેરેપીની સારવાર શ્રેષ્ઠ બની રહે છે. દાંતો વચ્ચે રહેલી ખાલી જગ્યાને ભરી દેવાય છે જેથી ખોરાકના કણો અટકતા નથી અને પેઢામાં પરેશાની ઉત્પન્ન થતી નથી. જડબાની કમજારી અને માંસપેશીઓના દુઃખાવાથી પણ સંપુર્ણ રાહત મળે છે. અને ચહેરાને વધુ સુંદર બનાવે છે.

૩પ વર્ષના અનુભવી ચામડીના નિષ્ણાંત તબીબ ડો.નરેશ ડી. ખારો

ડો.નરેશ ડી. ખારોડ એમબીડીવી એન્ડ ડી. (સ્કીન)ની ડીગ્રી ધરાવે છે. ડર્મેટોલોજીસ્ટ, કોસ્મેટોલોજીસ્ટ અને ટ્રાઈકોલોજીસ્ટના નિષ્ણાંત છે અને ૩પ વર્ષના અનુભવી તેમજ રાજયપાલના હસ્તે નેશનલ એવોર્ડથી સન્માનિત છે. ચામડી, ખીલ, વાળ, કોઢ, નખ, ગુપ્તરોગ તથા રકતપિત્તના દર્દની સારવારના નિષ્ણાંત છે.

Leave A Reply