Thursday, April 9

જૂનાગઢને સિટી ઓફ વેલનેસ બનાવવાના અભિયાનને હાથ ધરનાર ડો.પિયુષ બોરખતરીયાની સતત આગેકૂચ

જૂનાગઢ ખાતે બસ સ્ટેશન નજીક કાયા કલ્પ સ્કીન લેસર કલીનીક ડો.પિયુષ બોરખતરીયાના વડપણ હેઠળ કાર્યરત છે. આધુનિક ટેકનોલોજીના આ યુગમાં દરેક પ્રકારની સ્કીનને લગતી ઉત્તમ સારવાર આ કલીનીકમાં પ્રાપ્ત થઈ રહી છે. આજથી ૧૦ વર્ષ પહેલા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો.પિયુષ બોરખતરીયાએ આ કલીનીકનો પ્રારંભ કર્યો હતો અને ખૂબ જ ટુંકાગાળામાં તેમની સારવાર પધ્ધતિ અને આધુનિક સારવારથી સંખ્યાબંધ લોકોને પોતાની સેવા આપી રહેલ છે. ડો.પિયુષ બોરખતરીયા દ્વારા જૂનાગઢ અને સોરઠના લોકોને એક જ સ્થળેથી આધુનિક લેસર પધ્ધતિથી સારવાર પ્રાપ્ત થાય તે માટેની સુવિધાઓ કાર્યરત કરેલ છે અને મહાનુભાવોના હસ્તે આ નવી નવી સુવિધાઓનો પ્રારંભ કરવામાં જે તે વખતે આવ્યો હતો. આજે તો જૂનાગઢ અને સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં પણ કાયા કલ્પ સ્કીન લેસર કલીનીકનું નામ મોખરેના સ્થાન ઉપર છે અને લોકો ત્યાંની સારવારનો લાભ લઈ રહ્યા છે.
આધુનિક સમયમા પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે જેની ગંભીર અસરો માનવીના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે તે ઉપરાંત, પ્રદુષણ તથા સૂર્ય દેવના પ્રકોપને કારણે માનવીના ચહેરાની સુંદરતા તથા ચમક દુર થઈ રહી છે. ચહેરાને કાળાશનુ ગ્રહણ લાગી રહ્યુ છે, તે ઉપરાંત ઘણા લોકોને ચહેરા ઉપર જન્મજાત ડાઘ, તલ, લાખ, દાઝના ડાઘ તેમજ અકસ્માતના લીધે થતા ડાઘ પણ જોવા મળે છે. આ બધી જ સમસ્યાઓથી છુટકારો આપતી અને ચહેરા ઉપરની કાળાશ દુર કરતી ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ મોરબીની ખ્યાતનામ સ્પર્શ કિલનીક એપલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે, તેની કોઈ આડઅસર થતી નથી.
વર્કશોપનુ આયોજન જૂનાગઢના ખ્યાતનામ ડો. પિયુષ બોરખતરીયા તથા મોરબીના ડો.જયેશ સનારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના વરદ્‌ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજના ઘણા યુવાનો પોતાના ચહેરાની સમસ્યાઓના લીધે માનસિક યાતનાઓ ભોગવતા હોય છે, તેમની હતાશાનું એક કારણ ચહેરાની સુંદરતાનો અભાવ છે તે દરેક લોકો માટે આ ટેકનોલોજી આશિર્વાદ સમાન બની રહેશે. આ વર્કશોપમા સુરતના ડો.યોગેશ ભીંગરાડીયા તથા ડો. મહેશ પટેલ, રાજકોટના ડો. ભાવેશ દેવાણી, પાટણના ડો.ધનંજય પ્રજાપતિ, જૂનાગઢના ડો. પિયુષ બોરખતરીયા, મોરબીના ડો.જયેશ સનારીયાએ ચહેરાને સુંદરતા બક્ષતી, ચહેરા ઉપરની કાળાશ તથા ડાઘ દુર કરતી ક્યુ લેસર ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સમગ્ર ગુજરાતના ખ્યાતનામ ચર્મરોગના નિષ્ણાંત તબિબો હાજર રહ્યા હતા, તે ઉપરાંત ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી બ્રાંચના પ્રમુખ ડો.જયેશ પનારા તથા સેક્રેટરી ડો.ચિરાગ અઘારા ઉપરાંત એપલ હોસ્પીટલના ડોક્ટર્સ તેમજ સ્ટાફ મિત્રો, પિરામિડ લેસરના ડાયરેક્ટર રાકેશભાઈ સહીતના મહાનુભવો ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપ્યું હતું. ઈન્ડીયન મેડીકલ એસોશિયેન-મોરબી બ્રાંચના પ્રમુખ ડો.જયેશ પનારાએ જણાવ્યું હતું કે, તન તથા ચહેરાની સુંદરતા માટે આહાર તેમજ જીવનશૈલી જવાબદાર પરિબળ છે. માટે તન, મનની તંદુરસ્તી તેમજ સુંદરતા માટે સમતોલ તેમજ પૌષ્ટીક આહાર ઉપરાંત યોગ પ્રાણાયામ તરફ અભિમુખ થવા બાબતે ભાર મુક્યો હતો. આ વર્કશોપમા બહોળી સંખ્યામા દર્દીઓ ઉપર સફળતાપૂર્વક નિઃશુલ્ક પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં ડો. પિયુષ બોરખતરીયા છેલ્લા ૧૦ વર્ષથી વાળ, ચામડી અને લેસર ટ્રીટમેન્ટના નિષ્ણાંત તરીકે સેવા બજાવી રહ્યા છે, જેઓને હાલમાંજ ઝી બિઝનેસ તરફથી Indian Icon fro Best Dermatologist and Trichologist Award ખ્યાતનામ અભિનેત્રી દિયા મિર્ઝાના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ડો. પિયુષ બોરખતરીયા એક વેલનેસ મિશન ઉપર હાલ કામ કરી રહ્યા છે, જૂનાગઢને એક આદર્શ સિટી ઓફ વેલનેસ બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અલગ – અલગ ગામોમાંથી અને શહેરોમાંથી અનેક લોકોએ ડો. પિયુષ બોરખતરીયા પાસેથી સફળતાપૂર્વક હેર ટ્રાસ્પ્લાન્ટ કરાવી માથા ઉપરની ટાળ દુર કરી જીવંત વાળને પ્રત્યારોપિત કરાવ્યા છે. ચહેરા અને ચામડીને લગતા અનેક દર્દો જે દર્દીઓનો આત્મવિશ્વાસ ઘટાડતા હોઈ છે તે તેમની સારવાર દ્વારા અનેક દર્દીઓના આત્મવિશ્વાસને પુનઃ જીવંત કરી અને સુંદરતાનો અહેસાસ કરાવ્યો છે.

Leave A Reply