શાળાનાં વિદ્યાર્થીઓએ મેડીકલ કોલેજની મુલાકાત લીધી

ગુજરાત રાજયમાં કદાચ પ્રથમ કોઈ શાળાનાં વિદ્યાર્થીઓ મેડીકલ કોલેજની મુલાકાતે આવ્યા હોય તેવો જૂનાગઢમાં ગઈકાલે પ્રેરણાદાયક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓની લાઈફમાં ટર્નીંગ પોઈન્ટ સમાન ગણાતા ધો. ૧૦ અને ૧રમાં મેટીવેશન (પ્રેરણા) મળે તે માટે આઈએએસ ઓફીસર્સ કમિશ્નર તુષાર સુમેરા તથા જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી તેમજ સિવીલ હોસ્પીટલનાં તમામ વિભાગનાં ડોકટરો ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમનું આયોજન સિવીલ હોસ્પીટલનાં એમડી ડો. ભરત ઝાલાવાડીયા, ડીન શ્રી રાઠોડ, સોરઠ સ્કુલનાં શિક્ષક સમીર વોરા અને શ્રી કેટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમિશ્નર તુષાર સુમેરા, ડીન શ્રી રાઠોડ અને ડો. ઝાલાવાડીયા દ્વારા વિદ્યાર્થીઓને જીવન કેવી રીતે જીવવું તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કેવી રીતે કરવી તેનાં માટે પ્રેરણાદાયક ઉદબોધન આપેલ હતું. અને વિદ્યાર્થીઓને સપના જોવા તથા તેને સાકાર કેવી રીતે કરવા તે બાબતે માર્ગદર્શન આપેલ હતું. અને હજુ વધુ શાળાઓ દ્વારા આવા કાર્યક્રમો યોજાય તે માટે પ્રોત્સાહન પણ શાળા તથા કોલેજનાં સંચાલકોને આપ્યું હતું.

Leave A Reply