ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત વિઠ્ઠલબાપુની પ્રથમ પુણ્યતિથીની ઉજવણી થશે

ગિરીવર ગિરનારની સમીપ આવેલાં ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંતશ્રી વિઠ્ઠલબાપુ ગુરૂશ્રી પટેલબાપુની પ્રથમ પુણ્યતિથી આગામી તા.૧૬-૧ર-ર૦૧૯ને સોમવારનાં રોજ ભાવભેર ઉજવણી કરવામાં આવશે. મહંતશ્રી ભીમબાપુની નિશ્રામાં અનેરૂં આયોજન કરવામાં આવેલ છે. પૂણ્યતિથી પ્રસંગે તા.૧૬-૧ર-ર૦૧૯ને સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે સમાધિ સ્થાને પૂજનવિધી તેમજ બપોરે ૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ભાવિકોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. મહંતશ્રી ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુનાં માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply