બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ માટે સીટની જાહેરાત

સીટની પ્રથમ બેઠક મળશે, સીટ ૧૦ દિવસમાં રિપોર્ટ આપશે, પરીક્ષા સેન્ટરોના ફૂટેજ પણ ચકાસશે, બિનસચિવાલય કલાર્ક પરીક્ષાનો મામલો યથાવત, આંદોલનકારી ઉમેદવારોનો ગાંધીનગરમાં બીજા દિવસે પણ જમાવડો

ગાંધીનગર,તા.૫
રાજ્ય સરકારે બિનસચિવાલય કારકૂન ભરતીની લેખિત પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ માટે સીટની રચનાની જાહેરાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાણીના અધ્યક્ષતામાં ૩ સભ્યોની સીટની રચના કરીને જ્યાં સુધી રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી આ પરીક્ષાનું પરિણામ જાહેર નહીં થાય. સીટ ૧૦ દિવસમાં સ્થળ તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આંદોલનકારી નેતાઓને સાથે રાખીને મોડી સાંજે પત્રકાર પરિષદમાં આ મહત્વની જાહેરાત કરીને આંદોલનકારીઓની પરીક્ષા રદ્દ કરવાની માંગણીનો અસ્વીકાર કર્યો છે. આ સાથે ગાંધીનગરમાં છેલ્લાં બે દિવસથી ચાલી રહેલું આંદોલન સમેટાઇ જાય એમ જાણવા મળે છે. જાડેજાએ કહ્યુકે સીટને પેપર લીક થયું હોય તો ક્યાં અને કઇ રીતે તથા જરૂર પડે તો જે તે પરીક્ષા સેન્ટરની મુલાક લઇને સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ કરશે. અને જે કાંઇ ફરિયાદો મળી છે તેની પણ તપાસ કરીને રિપોર્ટ આપશે. દરમ્યાનમાં આ પત્રકાર પરિષદ પહેલા ગાંધીનગર ખાતે કારકૂનની પરીક્ષામાં ગેરરીતિના મામલે બે દિવસથી ચાલી રહેલાં આંદોલનના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને મોડી સાંજે આંદોલનકારી ઉમેવારો સમક્ષ એવો દાવો કર્યો કે સરકારે સીટની રચનાની સાથે પરીક્ષા રદ્દ કરવાની માંગણી સ્વીકારી છે. સરકાર ૧૦ દિવસમાં પરીક્ષા રદ્દ કરશે. જા કે આંદોલનકારીઓએ તેમની વાત પર શંકા દર્શાવીને સરકાર પોતે જાહેરાત કરે એવી માંગણી કરતાં આંદોલનમાં મોડી સાંજે નવો વળાંક આવ્યો હતો. પરંતુ સરકારે માત્ર સીટની રચનાની વાત કરી છે. પરીક્ષા રદ્દ અંગે કોઇ ફોડ પાડ્યો નથી. તો બીજી તરફ સીએમ વિજય રૂપાણીએ આંદોલનકારીઓની મૂળ માંગણી પરીક્ષા રદ કરવાને, એક બાજુએ મૂકીને સરકાર પરીક્ષામાં ગેરરીતિની સંપૂર્ણ તપાસ કરવા તૈયાર હોવાની જાહેરાત કરી હતી. જેમાં સીટની રચનાનો મુ્‌દ્દો ઉભરી આવ્યો હતો. પરંતુ સીટની રચનાને લઇને આંદોલનકારી ઉમેદવારોમાં મતભેદ સર્જાયા હતા. કેમ કે તેમની મુખ્ય માંગણી લેવાયેલી પરીક્ષા રદ્દ કરીને નવેસરથી લેવાની છે. આ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદનાં એક કાર્યક્રમમાં આંદોલન તેમણે જણાવ્યું છે કે, સીએમ વિજય રૂપાણીએ આ અંગે જણાવતા કહ્યુ છે. વિદ્યાર્થીઓની લાગણી છે કે, ગૌણ સેવા દ્રારા લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થયા છે ગેરરીતિ થઇ છે આ અંગે સરકારનું મન ઘણું ખુલ્લું છે. સંપૂર્ણ તપાસ અને તેના આધારે પગલા લેવા માટે સંમત છે. સરકાર માને છે કે પરીક્ષા આપવા માટે છ લાખથી વધુ લોકોએ જે મહેનત કરી છે તે એળે ન જાય અને જે લોકો ખોટા છે તે લોકો નોકરી ન લઇ જાય. આ બંન્ને બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર સહમત છે. ત્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નનાં સોલ્યુસન તરફ આગળ વધે. ઉમેદવારોની કલેક્ટર સાથે બેઠક મળી છે. આ સમસ્યાનું નિરાકરણ થશે. સરકારની લાગણી છે કે પારદર્શી રીતે જ સરકારની ભરતી થવી જાઇએ. વિદ્યાર્થીઓની માંગણીને સરકાર ચોક્કસ ધ્યાન આપશે. અમારી વાતચીત તેમની સાથે ચાલી રહી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છેલ્લાં બે દિવસથી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. બિનસચિવાલય કારકૂનની પરીક્ષા આપનારા સેંકડો ઉમેદવારો ગેરરીતિના આરોપો સાથે પરીક્ષા રદ્દ કરવાની માંગણીને લઇને અડીંગો જમાવીને બેઠા છે. અગાઉ આટલી મોટી સંખ્યામાં આંદોલનકારી યુવાનો ગાંધીનગરમાં જાવા મળ્યા નથી. છેલ્લાં ૪૮ કલાકથી તેઓ સરકારની સામે પડાવ નાંખીને બેઠા છે અને સરકાર તેનો કઇ રીતે ઉકેલ લાવવો તેના પ્રયાસોમાં વ્યસ્ત જાવા મળી હતી. સરકારમાં સવારથી જ તેના ઉકેલ માટે ઉચ્ચસ્તરિય બેઠકોનો દોર આરંભાયો હતો. યુવા શક્તિના આ આંદોલનથી હચમચી ગયેલી ભાજપની રૂપાણી સરકારે આજે સવારે ગાંધીનગર કલેક્ટરને મધ્યસ્થી તરીકે મેદાનમાં ઉતારીને આંદોલનકારી નેતા યુવરાજસિંહ જાડેજા અને અન્ય આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં ગેરરીતિના આક્ષેપો કે પુરાવાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસિટીગેશન ટીમ(સીટ)ની રચના કરવા પર સહમતિ બની હતી. જા કે આ સીટમાં કોઇ રાજકિય વ્યકિત નહીં પણ આઇએએસ કે આઇપીએસને રાખવાની માંગણી આંદોલનકારીઓ તરફથી કરવામાં આવી હતી. સીટમાં આંદોલનકારી ઉમેદવારોના પણ એક પ્રતિનિધિને સમાવવાની માંગણી થઇ છે. દરમ્યાનમાં સીટની રચના અને પરીક્ષા રદ્દ નહીં કરવાની વાત ઉમેદવારોમાં પહોંચતા તેના ઘેરા પ્રત્યાઘાતો જાવા મળ્યા હતા. માત્ર સીટની રચના જ નહીં પણ તેની સાથે સમગ્ર પરીક્ષા પણ રદ કરવાની આંદોલનકારી માંગણી ઉમેદવારોમાં જાર પકડતાં મતમતાંતરો સર્જાયા હતા. અને આંદોલન અંગે મડાગાંઠ સર્જાઇ હતી. ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ નવેસરથી શરૂ થયેલા આ આંદોલનમાં નવી નેતાગીરી તરીકે યુવરાજસિંહ જાડેજાનું નામ સોશ્યલ મિડિયામાં ઉભરી આવ્યું હતું. અને સરરે આંદોલનકારીઓના નેતા તરીકે ચર્ચા માટે તેમને બોલાવ્યાં હતા.

Leave A Reply