જોષીપરાની દૂકાનના કબ્જાનો નિર્ણય સિવીલ કોર્ટના ચૂકાદા ઉપર નિર્ભર : મનપા કમિશ્નર

જૂનાગઢમાં જોષીપરાની દુકાનના કબ્જા માટે આઠ દિવસથી પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે વેપારીઓ સાથે મહિલાઓ થાળી,વેલણ લઈને મહાનગરપાલિકાની કચેરી ખાતે મ્યુ. કમિશ્નરને રજૂઆત માટે ગઈ હતી. દુકાન મામલે વેપારીઓ વતી સંજયભાઈ કોરડીયા અને મંજુલાબેન પરસાણાએ કમિશ્નરને રજૂઆત કરી દુકાનનો કબ્જા સત્વરે આપવા માંગણી કરી હતી. મહાનગરપાલિકાના કમિશ્નરે રજૂઆતના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આ મામલે સિવીલ કોર્ટમાં કેસ ચાલુ છે જેનો ચુકાદો આવ્યા બાદ નિર્ણય લઈ શકાશે. જૂનાગઢ મનપાનાં ઠરાવ બાબતે વેપારીઓની રજૂઆત સંદર્ભે મ્યુ.કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ જમીન મનપાની ન હોય આ ઠરાવ રાજય સરકારે રદ કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા વચન મુજબ જમીન ખરીદવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. આ માટે રૂ. ૧.૭પ કરોડનીરકમ ભરવામાં આવે તો જમીન માલિકી હક્ક મળે. પરંતુ મહાનગરપાલિકા પાસે હાલ પર્યાપ્ત ભંડોળ નથી ત્યારે સિવીલ કોર્ટના ચુકાદા બાદ નિર્ણય લેવો વધુ યોગ્ય ગણાશે. રૂ. ૧.૭પ કરોડની રકમમાંથી કંઈ ઓછું થઈ શકે તો તે માટે પ્રયાસ હાથ ધરાશે. વેપારીઓ એવી ફોર્મ્યુલા બતાવે જેથી સરકારના નિયમનો ભંગ ન થાય, જૂનાગઢ મનપાને નુકશાન ન થાય અને વેપારીઓને દુકાનનો કબ્જા મળે. આ પ્રશ્નનાં ઉકેલ માટે પાંચ સભ્યોની એક સમિતિ બનાવી સતત લાયઝનીંગમાં રહેવા મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ દુકાનદારોને જણાવ્યું હતું.

Leave A Reply