બિન સચિવાલય પરીક્ષાના વિરોધમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં કોલેજા બંધ : દેખાવો થયા

બિન સચિવાલય વર્ગ -૩ની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની તમામ કોલેજામાં બંધ જેવો માહોલ રહ્યો હતો અને વિદ્યાર્થી દ્વારા આ પ્રશ્ને વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
બિન સચિવાલયની તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને કયાંક પેપર લીક થવાના તો કયાંક માસ કોપી કરાઈ હોવાના આક્ષેપે થઈ રહેલ છે ત્યારે આ પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે અનેક આશાસ્પદ યુવાનોને અન્યાય થયો છે આ મામલે જૂનાગઢ સહિત સોરઠમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવા સાથે કોલેજ બંધનું એલાન અપાયું છે તે અંતર્ગત જૂનાગઢ યુથ કોંગ્રેસ દ્વારા બિન સચિવાલયની પરીક્ષાની ગેરરીતિના મામલે આજે સૌરાષ્ટ્રની વિવિધ કોલેજામાં બંધનો માહોલ રહ્યો હતો. જયારે જૂનાગઢ ખાતે કોલેજ બંધ કરાવવા આવેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોની કોલેજામાં વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા.

Leave A Reply